અમરેલી

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા પૂજ્ય સંતો સમાજ રત્ન ભરતભાઈ ભડીયાદ્રા એ વીર જવાન પરિવાર ને ૨૧.૦૦૦૦૦ લાખ અર્પણ કર્યા

દામનગર ના ધામેલ ગામે શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવવા પધારેલ અનેક ઠાકોર દુવારા ના મહંતો અને ઉદારદિલ દાતા રત્ન ભરતભાઈ ભડીયાદ્રા સહિત સૌરાષ્ટ્રભર માંથી અનેક સામાજિક આગેવાનો સહિત ૧૦૦ થી વધુ ફોર વહીલ ગાડી ઓના કાફલા સાથે ગુરુમુખી બ્રહ્મલીન સંત શ્રી દયારામબાપુ ના આશ્રમે એકત્રિત થયા સમગ્ર પંથક ના જગ્યાધારી સંતો અને માલધારી યુવાનો સહિત અમરેલી જિલ્લા સાંસદ સ્થાનિક ધારાસભ્ય એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ના વિશાળ કાફલા એ શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવા પરિવાર ને સધિયારો આપી સાંત્વના પાઠવી બલિદાની વીર મેહુલભાઈ ભુવા ના સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ રત્ન ભડીયાદ્રા વિજયભાઈ માલાભાઈ ભરવાડ (સુરત) ના વરદહસ્તે શહીદ પરિવાર ના સગીર પુત્ર રત્નો ને રૂપિયા ૨૧.૦૦૦૦૦ (એકવીસ લાખ રૂપિયા) રોકડા અર્પણ કરતા ભડીયાદ્રા એ જણાવ્યું હતું કે શહીદ વીર મેહુલભાઈ ભુવા પરિવાર સાથે સમસ્ત માલધારી સહિત સમગ્ર પંથક ખડેપગે ઉભા છીએ જ્યાં જેવી જરૂર પડે ત્યાં સમગ્ર પંથક સહકાર માટે તૈયારી ઉભો છે તેમજ બલિદાની મેહુલભાઈ ભુવા સમગ્ર પંથક માં શોર્ય નો સંદેશ આપે તે માટે કાયમી સ્મારક નિર્માણ માટે સમાજ રત્ન ભડીયાદ્રા વિજયભાઈ માલાભાઈ ભરવાડ નો સંકલ્પ શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવા જાહેર ચોક ચોરા ચાવડી ઉપર મૂર્તિ અનાવરણ માટે યુવાનો એ તત્પર દર્શાવી હતી ઉદારદિલ દાતા ભડીયાદ્રા વિજયભાઈ માલાભાઈ એ મૌન પાળી શહીદ મેહુલભાઈ ભુવા ને વિરાંજલી આપી અનેક ઠાકર દુવારા ના પૂજ્ય મહંતો સહિત દામનગર આસપાસ ની ધાર્મિક જગ્યા ઓના સંતો ની ઉપસ્થિતિ વચ્ચે શહીદ વીર જવાન ના બલિદાન ને યાદ કરી યુગોયુગતર તેની સ્મૃતિ સ્મારક બનાવી સમગ્ર યુવાનો ને શોર્ય નો સંદેશ આપે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરાય હતી

Related Posts