સાવરકુંડલામાં વર્ષોથી લેખક અને કવિયિત્રી જેવી પ્રતિષ્ઠિત પ્રતિભા સાથે સાહિત્યિક વિચારધારા સાથે રહેતાં ભૂમિકા સંજય ડોડીયા તેઓ પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા ‘શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ’ (ગુજરાત રાજય) કાવ્ય સ્પર્ધા ના પ્રથમ વિજેતા થયા. તા:02/10/2025ના રોજ અમદાવાદ ખાતે આયોજીત વિશ્વકર્મા કવિ લેખક સમ્મેલન માં શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાહિત્યને જીવંત રાખવાનું કાર્ય કરતી આ સંસ્થા દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે કવિ-લેખકોનું સ્નેહ મિલન, “રામસેતુ એજ નલસેતુ” કાવ્ય સ્પર્ધા ઈનામ વિતરણ સમારોહ તથા સંસ્થાનું નવું નામકરણ અને નવાં ચિહ્નનું અનાવરણ પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગ પર ‘શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ’ના સંસ્થાપકશ્રી મયુરભાઈ મિસ્ત્રી, પ્રદેશ પ્રમુખશ્રી નિલેશભાઈ કનાડીયા, પ્રદેશ પ્રભારીશ્રી પિન્ટુભાઈ મિસ્ત્રી તથા વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ અને કવિ-લેખકો પણ હાજર રહ્યા હતાં.
કાર્યક્રમમાં ધર્મિષ્ઠાબેન ગજ્જર (ગુજરાત સરકાર બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષ),
શાંતિલાલ ડોડીયા (ગુજરાત હાઉસિંગ બોર્ડ અધિક કલેક્ટર), ડૉ. સ્મિતાબેન સુથાર (વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત), તેમજ કાંતિભાઈ પીઠવા (કોર્ણાક ઇન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
જીવનમાં ડગલેને પગલે ઉતરોતર સફળતાના પડાવો સર કરી આજીવન આગળ વધતાં રહો તેવી અનંત શુભકામનાઓ ‘શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ’ વતી અનંત શુભકામનાઓ પણ પાઠવામાં આવી.



















Recent Comments