અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા બાળકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યા છે. જેમાં ઓપરેશન સિંદૂર, જીએસટી ઘટાડો, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો અને સ્વચ્છ ભારત અભિયાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૭૫,૦૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડ સાથે ૭,૫૦૦ ચિત્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ચેરમેન ડા. સુજય મહેતાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪ મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આજે ૭ ઓક્ટોબર, ૨૦૨૫ ના દિવસે સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાત ઉમંગભેર ઉજવણી કરશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ડા. સુજય મહેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ દ્વારા વિકાસના ૨૪ વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં વિશ્વાસ, સેવા અને સમર્પણ દ્વારા આત્મનિર્ભર ભારત, હર હર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત નેક્સ્ટ જેન જીએસટી અને સ્વદેશી અભિયાન દ્વારા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનાવીને સૌને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ અંતર્ગત સહકાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો અને નાગરિકો દ્વારા ૭૦ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આભાર માનવામાં આવ્યો છે. આ વિશ્વ રેકોર્ડ રચવાના અભિયાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા બાળકોનો પણ ફાળો છે.
ડા. સુજય મહેતાએ જણાવ્યું કે, બાળકો દ્વારા વિકસિત ભારત ૨૦૪૭, સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત, ૨૦૪૭ લક્ષ્યાંક, વસુધૈવ કુટુંબકમ, ઓપરેશન સિંદૂરની સફળતા, એક્ઝામ વોરિયર, મન કી બાત, કુપોષણ અભિયાન, શાળામાં સુગર બોર્ડ, એક પેડ મા કે નામ, વોકલ ફોર લોકલ, સ્વચ્છ ભારત અભિયાન, ફીટ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ થીમ પર ૭૫,૦૦૦ પોસ્ટ કાર્ડ લખવામાં આવશે.આ ઉપરાંત વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, પર્યાવરણ અને સતત વિકાસ જેવા વિષયો પર દોરેલા ૭,૫૦૦ જેટલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવશે.



















Recent Comments