લીલીયા ગ્રામસભામાં ભૂગર્ભ ગટર, ‘નલ સે જલ’ યોજનાના કનેક્શન અને આરોગ્ય કર્મચારીઓની કામચોરી સહિતના પ્રાણ પ્રશ્નોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડવાળા હનુમાનજી મંદિર ખાતે પોલીસ પ્રોટેક્શન વચ્ચે સરપંચ જીવનભાઈ વોરાની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ ગ્રામસભામાં ગ્રામજનો અને રાજકીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ)ના કાર્યકરો એક થઈને લડ્યા હતા. આ પહેલા ૦૨ ઓક્ટોબરે અધિકારીઓની ગેરહાજરી અને વિરોધને કારણે ગ્રામસભા મોકૂફ રખાઈ હતી. બીજી સભામાં મામલતદાર અને ટીડીઓએ ગ્રામજનોને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામજનોની માંગણી સ્વીકારીને સત્તાધીશોએ અગાઉના કેટલાક ઠરાવો રદ્દ કર્યા હતા અને પાણી સમિતિની નવી રચના કરવાનો ઠરાવ કર્યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધના કારણે કેટલાક પદાધિકારીઓ સભા છોડીને ચાલ્યા ગયા હતા. સરપંચ જીવનભાઈ વોરાએ ઝડપી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
લીલીયા ગ્રામસભામાં સ્થાનિક પ્રશ્નોને લઈ ઉગ્ર રજૂઆત, પાણી બાબતના અગાઉના ઠરાવ રદ્દ કરાયા


















Recent Comments