અમરેલી

સાવરકુંડલા શહેરમાં હવે ચોમાસું પૂર્ણ મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ દેખાતાં શિયાળાએ પગપેસારો કરેલ જોવા મળેલ

છેલ્લા બે દિવસથી સાવરકુંડલા શહેરમાં ચોમાસું પૂર્ણ થવાના એંધાણ સાથે ભાંગતી રાત્રે ઠંડીનો ચકચારો જોવા મળેલ. વાતાવરણમાં પરિવર્તન આવતાં શહેરમાં શરદી ઉધરસનું થોડુ પ્રમાણ પણ જોવા મળેલ. એકંદરે ચોમાસાએ વિદાય લેતાં હવે શિયાળાનો પ્રારંભ થયો.. લોકોએ પણ હવે રાત્રે પંખાની ગતિ ધીમી કરી.. ખાસકરીને એસી થી ટેવાયેલ લોકોને હવે આ શિયાળો જ ઠંડા ઠંડા કુલ કુલ એમ કુદરતી એસીનો અનુભવ કરાવવા માટે સંપૂર્ણ સજ્જ છે. જો કે અંબાલાલ પટેલ જેવા આબોહવાના જાણકાર હજુ પણ દિવાળી પર એક વરસાદી વાતાવરણની આગાહી કરતાં જોવા મળે છે. જો કે આ તો કુદરત કહેવાય ભાઈ એનું કંઈ જ કહી શકાય નહીં.. પરંતુ હાલ દિવસ ટૂંકો થવાની પ્રક્રિયા સાથે દિવસ દરમિયાન અને રાત્રે પણ આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોવા મળે છે સાથે સાથે વાતાવરણમાં પણ  ઠંડક જોવા મળે છે.


Related Posts