ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી
જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી,
તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા
અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે શકમદ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન
તથા મોટર સાયકલ સાથે પકડી પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછ પરછ
કરતા રાજુલામાં દુકાનમાં ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત આપતા, ઘરફોડ ચોરીનો
અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) પ્રવિણ ઉર્ફે પરીયો જીલુભાઇ મકવાણા, ઉ.વ.૨૧, રહે.સુરત, વેડ રોડ, કેશવપાર્ક
સોસાયટી, બી૧૪ સુર્યકીરણ એપાર્ટમેન્ટ, તા.જિ.સુરત, મુળ રહે.ગાંગડા, તા.ઉના,
જિ.ગીર સોમનાથ.
(૨) ભગીરથ ઉર્ફે ભગી રણુભાઇ મકવાણા, ઉ.વ.૧૯, રહે.સુરત, વેડ રોડ, પ્રાણનાથ હોસ્પીટલ પાસે,
કુબેર પાર્ક, રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટ ૧૫૧, તા.જિ.સુરત, મુળ રહે.ગાંગડા,તા.ઉના, જિ.ગીર
સોમનાથ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રોકડા રૂ.૨૦,૦૦૦/-
(૨) એક હોન્ડા કંપનીનું શાઇન મોડલનું મોટર સાયકલ જેના રજી. નં. GJ-32-AH-9759
કિં.રૂ.૫૦,૦૦૦/-
(૩) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૧ જેની કિં.રૂ.૫,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૭૫,૦૦૦/-
નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત
આપેલ છે.
(૧) આજથી આશરે ચારેક દિવસ પહેલા રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામા
રાજુલા ગામે મોટર સાયકલ લઇ આવેલ અને રાજુલમાં એક દુકાનમાથી રોકડ
રૂ.૪૦,૦૦૦/-ની ચોરી કરી જતા રહેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ
કરતા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૭૩૬/૨૦૨૫, બી.એન.એસ.
કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પરીયો જીલુભાઇ મકવાણા નીચે મુજબના
ગુનામાં પકડાયેલ છે.
(૧) ચોકબજાર પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૦૩૮/૨૦૨૪, IPC
કલમ ૩૭૯(એ)
(૨) ચોકબજાર પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૦૩૯/૨૦૨૪, IPC
કલમ ૩૭૯(એ)
(૩) ચોકબજાર પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૫૦૧૨૭/૨૦૨૫, BNS
કલમ ૩૦૩(૨)
(૪) ચોકબજાર પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૫૦૧૨૮/૨૦૨૫, BNS
કલમ ૩૦૩(૨)
પકડાયેલ આરોપી ભગીરથ ઉર્ફે ભગી રણુભાઇ મકવાણા નીચે મુજબના ગુનામાં
પકડાયેલ છે.
(૧) કતારગામ પો.સ્ટે. (સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૧૨૪૧૦૨૫/૨૦૨૪, BNS કલમ
૩૦૪(૨), ૫૪.
(૨) અડાજણ પો.સ્ટે.(સુરત શહેર) ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૩૨૪૦૫૦૨/૨૦૨૪, IPC કલમ
૪૫૪,૪૫૭,૩૮૦.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓની
સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી
વી.એમ.કોલાદરા તથા પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા
પો.સ.ઇ.શ્રી આર.એચ.રતન તથા હેડ કોન્સ. મહેશભાઇ રાઠોડ, જયેન્દ્રભાઇ બસીયા,
ગોકુળભાઇ કળોદરા, જનકભાઇ હિમાસીયા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ.
યુવરાજસિંહ વાળા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.


















Recent Comments