અમરેલી

સાવરકુંડલા શહેર ઉજવવા જઈ રહ્યુ છે અસ્મિતાના ઓવારણાં નાવલી ઉત્સવ.. 

સાવરકુંડલાનું ઓરિજિનલ ખમીર એટલે નાવલીનું પાણી. આ સંદર્ભે સાવરકુંડલા શહેરે વર્ષોથી સેવેલ સપનાનું પ્રથમ સ્ટેપ એટલે નાવલીની સફાઈ સાથે રીવર ફ્રન્ટના સપનાને સાકાર કરવા માટેનું પ્રથમ ચરણ. સાવરકુંડલાની અસ્મિતા અને સંસ્કૃતિનો પર્યાય એટલે નાવલી નદીના પુનરાસ્ફુરણના એક ભાગ રૂપે સાવરકુંડલા શહેરને આંગણે નાવલીના ઓવારણાં લેવાનો ઉત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એના ભાગ રૂપે

આજરોજ સાવરકુંડલાના હ્રદય સમા નાવલી પટાંગણમાં એક સાથે ત્રણ ત્રણ જેસીબી સાથે યુધ્ધના ધોરણે મેદાનની સફાઈ થઈ રહી છે. આ મેદાન પર સાવરકુંડલા શહેર નાવલી ઉત્સવ ઉજવવા જઈ રહ્યુ છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા

આપણી અસ્મિતાના ઓવારણાં

નાવલી ઉત્સવ તારીખ  ૧૯ અને ૨૦ બે દિવસ ઉજવવાની તૈયારી થઈ રહી છે  આ સંદર્ભે આ રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે તારીખ ૧૯-૧૦ – ૨૫ના રોજ રાત્રે નવ કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો રાજ ગઢવી, 

અપેક્ષા પંડ્યા, કિશન રાદડિયા જેવા ધુરંધર લોકગાયકો ડાયરાની રોનકમાં ચાર ચાંદ લગાવી દેશે. તેમજ તારીખ ૨૦-૧૦-૨૫ ને સોમવારના રોજ આ ચોકમાં રાત્રે નવ કલાકે ભવ્ય આતશબાજીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. અને આ જ દિવસે રાત્રે દસ કલાકે સાવરકુંડલાની અનોખી ઓળખ સમાન ઈંગોરિયાની લડાઈ (ઈંગોરિયા યુદ્ધ) અહીં દેવળા ગેઇટ ખાતે જામશે. આમ સાવરકુંડલાને આંગણે બે બે દિવાળીનો રંગ જામશે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અથાગ મહેનત અને ગુજરાત સરકારના રચનાત્મક સહયોગના પરિણામે સાવરકુંડલા નગરી હવે ટૂંક સમયમાં સુવર્ણ નગરીનું ઓરિજિનલ સ્વરૂપ ધારણ કરશે તેવો વિશ્વાસ સાવરકુંડલાના શહેરીજનોમાં હવે દ્રઢ થતો જોવા મળે છે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા તેની સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા શહેર યુનિટ દ્વારા પણ સાવરકુંડલાની સુરતને એક અનોખો ઓપ આપવા સતત પ્રતિબદ્ધ છે. ત્યારે સાવરકુંડલાને આંગણે ઉજવાઈ રહેલ આ અવસર પર તમામ શહેરીજનો હોંશે હોંશે ભાગ લે તેવી ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા નગરપાલિકા શહેર ભાજપ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.. તો ભૂલ્યા વગર આ બંને દિવાળી જેવા ઉત્સવો ચાલો સૌ સાથે મળીને માણીએ. યે દિવાલી કુછ મીઠા હો જાયે.

કુછ યાદગાર હો જાયે

Related Posts