અમરેલી

લોકશાહી ના આલબેલ સત્ય પ્રિય રાજનીતિ માં પાદર્શિતા માટે સતત સંઘર્ષ કરતા પ્રો જગદીપ છોકર નું દેહાંત

લોકશાહી ને જીવંત રાખવા અનેક PIL પબ્લિક ઈન્ટ્રેસ્ટ લીટીકેશન કરી ચૂંટણી ઓમા પાદર્શિતા માટે સતત સંઘર્ષ કરનાર પ્રો છોકર દ્વારા  

ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ નાબૂદ મતદાર ને નાપસંદ પક્ષ ઉમેદવાર માટે નોટા નું સ્વાયત ચૂંટણી તંત્ર ની પધ્ધતિ માં નોટાનું  બટન નાપસંદ પક્ષ કે ઉમેદવાર અંગે મતદારો ના હિત માં મિસાલ નોટા રૂપે સુધારો લાવનાર મિશાલસી પ્રો જગદીપ છોકર ની ચિરવીદાય 

ચૂંટણી સુધારાઓ માટેના મશાલચી પ્રો. જગદીપ છોકરની ચિરવિદાય ચૂંટણી સુધારાઓ માટે કામ કરનારા સંગઠન ‘ઍસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (એડીઆર)ના સહ-સ્થાપક પ્રો. જગદીપ છોકરનું ૧૨ સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં હદયરોગના હુમલાથી નિધન થયું. તેઓ ૮૧ વર્ષના હતા. આઆઈએમ-અમદાવાદમાં પ્રોફેસર રહેલા છોકરે ૧૯૯૯માં એડીઆરની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે ચૂંટણીમાં પારદર્શિતા માટે અનેક કાનૂની લડત આપી. ઉમેદવારોના બેકગ્રાઉન્ડનો ખુલાસો અને ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ નાબૂદ કરાવવા જેવા સુધારા, તેમની કોશિશોથી જ શક્ય બન્યા. તેમની આગેવાનીમાં ગુનેગાર સાબિત થયેલા સંસદ-સભ્યો અને ધારસભ્યોની અયોગ્યતા, રાજકીય પક્ષોના આવકની વિગતો જાહેર કરવી, રાજકીય પક્ષોને આરટીઆઈના દાયરામાં લાવવા વગેરે સીમાચિહ્ન રૂપ સાબિત થયા.

પ્રો. છોકર અંતિમ સમય સુધી ભારતીય રાજનીતિને પારદર્શી અને ઉત્તરદાયી બનાવવાના મિશનમાં જોડાયેલા રહ્યા. એડીઆરએ દિલ્લી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી, તેમાં એ દલીલ કરવામાં

આવી હતી કે, મતદારોને એ જાણવાનો અધિકાર છે કે તેમનો ઉમેદવાર કોણ છે, તેની ઉપર કોઈ ગુનાહિત કેસ તો નથી ને, તેની સંપત્તિ કેટલી છે, દેવું કેટલું છે, આવક કેવી રીતે થાય છે, કેટલું ભણેલા છે વગેરે. આ કેસ સુપ્રીમ કૉર્ટમાં પહોંચ્યો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો, જેના કારણે દેરક ઉમેદવારે ઉમેદવારી ફોર્મની સાથે પોતાની વિગતો સમાવતી ઍફિડેવિટ આપવી ફરજિયાત કરવામાં આવી.

૨૦૧૩માં ચૂંટણી પંચ સહિત બધા પક્ષો નોટા બટનની વિરુદ્ધમાં હતા. પરંતુ, પ્રો. છોકરે તેને લોકશાહીનો અધિકાર માનીને અવાજ ઉઠાવ્યો. આખરે, ઈવીએમમાં નોટાનું બટન સામેલ કરવામાં આવ્યું. તેઓ હંમેશાં મજાકમાં કહેતા કે, હવે પ્રજાએ મજબૂરીમાં કોઈકને ચૂંટવા નહીં પડે, અને ના પાડવાનો વિકલ્પ પણ છે.નિવૃત્ત થયા પછી કોઈ ખુરશી નહીં, કોઈ લાભ નહીં. પોતાના પૈસા, સમય અને શક્તિ લગાવીને છોકર સાહેબ લોકશાહી માટે સતત ઝઝૂમતા રહ્યા. પ્રો. છોકરને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે.

Related Posts