અમરેલી

અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી શરૂ

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર અમરેલી જિલ્લાના  ૦૫  વિધાનસભા  વિસ્તાર (૧) ૯૪-ધારી (૨) ૯૫-અમરેલી (૩) ૯૬-લાઠી (૪) ૯૭-સાવરકુંડલા (૫) ૯૮-રાજુલામાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્ર્મના ENUMERTAION વાળા તબકકામાં અમરેલી જિલ્લાના કુલ ૧,૩૭૧ મતદાન મથકોના બી.એલ.ઓ દ્વારા આજ રોજ તા. ૪.૧૧.૨૦૨૫ (મંગળવાર) થી તા. ૪.૧૨.૨૦૨૫ (ગુરુવાર) સુધી “હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને કુલ ૧૨,૭૧,૩૭૫ મતદારો પાસે  Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાનું શરુ કર્યું છે.

હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ  પ્રકારના  દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં  પોતાનું નામ તથા વર્ષ ૨૦૦૨ની મતદારયાદી https://voters.eci.gov.in/ પર  ચકાસી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન  માટે  ૧૯૫૦  હેલ્પલાઈન પર  સંપર્ક  કરવો અથવા મતદારો બી.એલ.ઓ નો  સંપર્ક  કરી  શકશે. જેથી અમરેલી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન EnumerationForm ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી, અમરેલી દ્વારાઅનુરોધ કરવામાં આવે છે.

Related Posts