ગુજરાત

DYCM હર્ષ સંઘવી લખપતની મુલાકાત લેશે, યોજશે ખાટલા સભા

કચ્છ જિલ્લાના લખપતની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 30 સિનિયર IPS અધિકારીઓ સાથે હશે. જે દરમિયાન તેઓ સરહદી ગામડાઓની મુલાકાત કરશે.હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સતત ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે. આ વચ્ચે હર્ષ સંઘવી 6 નવેમ્બરના રોજ કચ્છના લખપતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ 30 સિનિયર IPS અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. તેઓ લખપતના ગામડાઓમાં જઈને ખાટલા સભા યોજશે. જેમાં તેઓ ગ્રામજનોની સમસ્યા સાંભળશે.કચ્છ જિલ્લાના લખપતની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે 30 સિનિયર IPS અધિકારીઓ સાથે હશે. જે દરમિયાન તેઓ સરહદી ગામડાઓની મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ ગ્રામજનોની સમસ્યા સાંભળશે. આ સાથે તેઓ લખપત તાલુકાના ગામડાઓમાં સંવાદ-ખાટલા સભા યોજશે. જેમાં તેઓ ગ્રામજનો સાથે વાતચીત કરશે. આ વાતચીત દરમિયાન હર્ષ સંઘવી આરોગ્ય, શિક્ષણ તેમજ માળખાગત સુવિધા અંગે ગામલોકો સાથે ચર્ચા કરશે.નાયબ મુખ્યમંત્રીની લખપતની મુલાકાત ખાસ બની રહેશે. કારણ કે, આ દરમિયાન તેઓ સર્કિટ હાઉસમાં રહેવાના નથી. તેઓ અધિકારીઓ સાથે ગામડાઓમાં જ રાત્રી રોકાણ કરશે. જેથી તેઓ લોકોની વચ્ચે રહીને વધુ નજીકથી તમામ મુદ્દાઓનું અવલોકન કરી શકે. જનતા વચ્ચે રહીને જનતાના પ્રશ્નો સાંભળવાની આ પહેલથી કચ્છવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીએ 17 ઓક્ટબરના રોજ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથ લીધા હતા. જે બાદથી તેઓ સતત રાજ્યની જનતા વચ્ચે જઈને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે. તેઓ સતત રાજ્યના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈને જનતામાં સરકાર પ્રત્યોનો વિશ્વાસ કેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 40 વર્ષીય હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે. હર્ષ સંઘવી આ પહેલા ગૃહ રાજ્ય મંત્રી હતા.

Related Posts