જે નારાએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આઝાદી માટે ચેતના જગાવી હતી, તે ‘વંદે માતરમ્’ ગીતના ૧૫૦ વર્ષ થવાની ઉજવણીના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નું સમૂહગાન કર્યું હતું, આ સાથે દેશહિતમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પબદ્ધ પણ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, સને ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્’ ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઇ હતી. જેના તા.૭મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.



















Recent Comments