ખેલ મહાકુંભ ૨૦૨૫ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉ.બુ વિધાલય ઠાડચના વિધાર્થીઓએ પોતાના આગવા અંદાજમાં વિવિધ રમતોમાં વિજેતા થઈ બાજી મારી અને અંદાજિત એક લાખ રૂપિયાની પુરસ્કાર રકમ પ્રાપ્ત કરી છે જે ખેલાડીઓના ખાતામાં જમા થશે. વિવિધ સ્પર્ધાઓ જેવીકે ખો ખો, વોલીબોલ, રસ્સા ખેંચ, યોગ અને વિવિધ એથલેટિકસમાં કુલ મળીને ૨૦ જેટલા મેડલ જીત્યા છે. ગામમાંથી પણ ઓપન કેટેગરીમાં ૨૨ મેડલ મેળવ્યા છે. આમ પાલિતાણા તાલુકામાં ઠાડચ ગામનો વિવિધ ગેમ્સમાં દબદબો રહ્યો. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠશાળા પુરસ્કારની પસંદગી રેસમાં પણ પોતાની ભાગીદારી નોંધાવી છે. સ્પોર્ટ્સ ક્લબના કોચ ગોપાલ જાદવ અને ટીમ મેનેજર અશોકભાઈ સોલંકીએ માર્ગદર્શન અને મોટિવેશન આપી આ શક્ય બનાવ્યું. ઉ.બૂ. વિધાલયના આચાર્યશ્રી નથુભાઈ ભમ્મરની અધ્યક્ષતામાં અને સ્ટાફગણના સહયોગથી શાળાએ મેળવેલ અદભૂત સિદ્ધિને ઠાડચ ગામના સરપંચશ્રી તથા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા બિરદાવવામાં આવી. સમગ્ર ગ્રામજનોએ ગૌરવની લાગણી અનુભવી અને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ઠાડચ ગામનું નામ ખેલક્ષેત્રમાં રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી.
ઠાડચ ગામના યુવાનો અને ઉ. બુ. વિદ્યાલય ઠાડચ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પોર્ટ્સ ક્લબે શાળાને ખેલ મહાકુંભમાં નવી ઊંચાઈ આપી















Recent Comments