અમરેલી

અમરેલી જિલ્લા પંચાયત ખાતે તા.૨૧મી ડિસેમ્બરે “અમૃત ખેડૂત બજાર”નું આયોજન

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તા.૨૧-૧૧-૨૦૨૫ના રોજ “અમૃત ખેડૂત બજાર”નું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાનારા આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ–બહેનો દ્વારા ઉત્પાદિત તાજા શાકભાજી, ફળો, અનાજ-દાળ, તેમજ ગાય આધારિત વિવિધ ઉત્પાદનો આ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

આ બજાર સવારે ૦૯ થી બપોરે ૧૨ કલાક સુધી ખુલ્લું રહેશે. જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યવર્ધક ખેતી ઉત્પાદનોનું વેચાણ થશે. સાથે જ અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ બજારની મુલાકાત લેવા અને પ્રાકૃતિક ખેતીના સ્વસ્થ તથા ગુણવત્તાવાળા ઉત્પાદનો ખરીદવા અનુરોધ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને ખેડૂતોએ સીધી વેચાણની સુવિધા પ્રાપ્ત કરે તે બજારની મુલાકાત લેવા માટે એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts