ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં તથા તાલુકાઓમાં મતદારયાદી ખાસ
સઘન સુધારણા (SIR) અંતર્ગત તા. ૨૯ અને ૩૦ નવેમ્બરનાં રોજ ખાસ કેમ્પોના આયોજન કરવામાં આવશે. જેમાં
મતદારો પોતાના ગણતરી પત્રક જમા કરાવી શકશે તથા જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદી
નું નામ ૨૦૦૨ ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં મતદારો સ્થળ પર પોતાના તથા પોતાના પરિવારના
સભ્યોના પુરાવા રજુ કરી શકશે. કેમ્પનો સમય તા. ૨૯/૧૧/૨૦૨૫ નાં રોજ બપોરે ૧૨ કલાક થી ૫ કલાક સુધી
અને તા. ૩૦/૧૧/૨૦૨૫ નાં રોજ સવારે ૧૦ કલાક થી ૫ કલાક સુધી વિવિધ સ્થળોએ ખાસ કેમ્પનું આયોજન
કરવામાં આવશે.
ખાસ કેમ્પ ૯૯-મહુવા મતવિસ્તાર માટે તાલુકા પંચાયત કચેરી મહુવા તથા તાલુકા સેવા સદન વડલી,
મીટીંગ હોલ, મહુવા ખાતે તેમજ ૧૦૦-તળાજા મતવિસ્તાર માટે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી
તળાજા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. ૧૦૧-ગારીયાધાર મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ગારીયાધાર,
મામલતદાર કચેરી જેસર તથા મામલતદાર કચેરી મહુવા ખાતે તેમજ ૧૦૨-પાલીતાણા મતવિસ્તાર માટે
મામલતદાર કચેરી પાલીતાણા, મામલતદાર કચેરી જેસર, મામલતદાર કચેરી શિહોર ખાતે મતદારો માટે કેમ્પ
યોજાશે. ૧૦૩-ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર માટે મામલતદાર કચેરી ભાવનગર ગ્રામ્ય, મામલતદાર કચેરી શિહોર
તથા મામલતદાર કચેરી ઘોઘા ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે. ૧૦૪-ભાવનગર પૂર્વ મતવિસ્તાર માટે સીટી
મામલતદાર કચેરી વિદ્યાનગર ભાવનગર અને ભૂતા રૂગનાથ સ્કૂલ, કરચલીયાપરા, ખાતે તથા ૧૦૫-ભાવનગર
પશ્ચિમ મતવિસ્તાર માટે સીટી મામલતદાર કચેરી ખાતે મતદારો માટે કેમ્પ યોજાશે.
ભાવનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૨૯ અને ૩૦ નવેમ્બરનાં રોજ ખાસ કેમ્પ યોજાશે




















Recent Comments