ગુજરાત

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ

ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ અલગ-અલગ પ્રકારે ભોળા માણસો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં થોડા દિવસ પહેલા વડોદરાના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરીને 40 કરોડના ફ્રોડમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપીના દબાણમાં ખેડૂતે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ડભોઈ પોલીસે સુરતથી 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, વડોદરાના ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં અતુલભાઈ હીરાભાઈ પટેલ(ઉં.વ.65)ને દિલ્હી ATSના નામે ફોન આવ્યો હતો. જેમાં આરોપીઓએ અતુલભાઈને તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ધમકાવ્યા હતા અને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા. આરોપી દ્વારા ધમકાવતા અને સતત દબાણ કરતાં ગત 17 નવેમ્બરના રોજ અતુલભાઈએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ મામલે પોલીસે સુરતના વરાછા વિસ્તારથી નિકુંજ નરેશભાઈ પાનેસરીયા અને હેનિલ ભાવેશ પાનેસરીયા નામના બે આરોપીની ધરપકડ કરી છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ઘટના મામલે પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. 

Related Posts