સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જોકે, આ વર્ષે આ મેળો એક માસ મોડો યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જોકે, આ વર્ષે આ મેળો એક માસ મોડો યોજવામાં આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન થવાને કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ મેળાના આયોજનને લઈને ઘણા વિવાદો પણ સર્જાયા છે. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાના ઉદ્ધાટનમાં આગેવાનોની અવગણનાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. જે કારણે MLA ભગા બારડે ટ્રસ્ટ અધિકારીઓનો ઉધડો લીધો હતો.ઉલ્લેખનીય છે કે, સમય કરતા વહેલો મેળો ખુલ્લો મુકાતા આ વિવાદ સર્જાયો છે. સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાને રેન્જ આઈજી નિલેશ જાનજલિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેળાના ઉદ્ધાટનમાં ટ્રસ્ટ દ્વારા આગેવાનોની અવગણના થતાં મામલો ગરમાયો છે.ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ટ્રસ્ટના અધિકારીઓનો સ્થળ પર ઉધળો લીધો હતો. ભગવાન બારડ સહિતના મહાનુભાવોને 5:30 વાગ્યે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે મેળો 5 વાગ્યે મેળો ખુલ્લો મૂકી દેવાતા આગેવાનો રોષે ભરાયા હતા. જોકે, બાદમાં ભગવાન બારડે મોટું મન રાખીને ભૂલને દર ગુજર કરી હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોઈ રોષ ન હોય તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ, સમય કરતા વહેલો મેળો ખુલ્લો મુકાતા વિવાદો




















Recent Comments