અમરેલી

જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લા કક્ષાએ પ્રથમ. 

જિલ્લા કક્ષાનુ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું ચલાલા મુકામે આયોજન થયેલ જેમાં શાળાની વિદ્યાર્થીની બહેન આંબલીયા જ્યોત્સના શૈલેષભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું. આગામી વિદ્યાર્થીની બહેન ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે શાળાના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા તેમજ શાળા પરિવારે તેમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ. તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર ઉપપ્રમુખ ગેડિયા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી  મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ દ્વારા અભિનંદન સાથે આશીર્વાદ પાઠવીને ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવેલ. આ પરીક્ષાનું માર્ગદર્શન શાળાના સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદી તેમજ લાલજીભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલ.

Related Posts