ખાંભા પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં હેડ કોન્સ્ટેબલને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ભાવરડી ગામના ઇસમ સામે ફરિયાદ નોંધાઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધનાભાઈ કડવાભાઈ પરમાર રાઈટર રૂમમાં હતા ત્યારે ભાવરડી ગામના જગદીશભાઈ અમરૂભાઈ દેસાઈએ આવી તેમની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી હતી. તેમજ જાનથી મારી નાખવાની અને દવા પીવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.એમ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.
ખાંભા પોલીસ સ્ટેશનના રાઇટર રૂમમાં હેડ કોન્સ્ટેબલને જાનથી મારવાની ધમકી આપી


















Recent Comments