પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લામાં રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓ ખાતે બિનઅધિકૃત્ત લોકોની અવરજવર પર દેખરેખ માટે ૩૦ દિવસના ઓડિયો, વીડિયો રેકોર્ડિંગ બેકઅપ સાથેના સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા અનિવાર્ય છે.
રૂમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ, દર્દી સિવાયની બિનઅધિકૃત્ત વ્યક્તિ સોનોગ્રાફી માટે પ્રવેશી શકશે નહિ. દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવી શકાશે નહિ. નક્કી કરેલ સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા.
સંબંધિત ડિસ્ટ્રિક્ટ,સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરૂર જણાયે રેકોર્ડિંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવું. બેકઅપમાં ત્રુટિ જણાશે તો હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થા વિરુદ્ધ પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અન્વયે કાયદેસરની કાર્યવાહી થશે.
આ જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લામાં તા. ૨૨.૦૧.૨૦૨૬ સુધી સમગ્ર સમયગાળા દરમિયાન અમલી રહેશે. હુકમના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કાયદાકીય કાર્યવાહી હાથ થશે.


















Recent Comments