સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નં. 67/બી પર રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રીજની કામગીરી જ્યાં સુધી પ્રગતિ હેઠળ હોઈ, ત્યાં સુધી રેલવે ફાટક નં. 67/બી પરથી પસાર થતા વાહનો માટે અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ જાહેર હિત અને વ્યાજબી કારણોને ધ્યાને રાખીને આ જાહેર નામાની અમલવારીની મુદત તા.૨૨- ૧- ૨૦૨૬ લંબાવવામાં આવી છે.
વૈકલ્પિક રૂટ-૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨ અનુસાર સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજ (રેલવે ફાટક)ની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પીક રૂટ-૩ મુજબ સાવરકુંડલા શહરેમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસ માંથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૨-૧-૨૦૨૬ સુધી અમલી રહેશે


















Recent Comments