અમરેલી

પીપાવાવ મરીન પોલીસના વાહનને અકસ્માત

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તપાસ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન દાતરડી ગામ નજીક નેશનલ હાઈવે પર નીલ ગાયઅચાનક રોડ પર આવી જતાં સરકારી વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ ઘટનામાં બોલેરો વાહનને આશરે રૂ.૧,૦૦,૦૦૦ જેટલું નુકસાન થયું હતું. તા. ૦૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૧૪ઃ૫૦ કલાકે, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. છોવાળા અને પો. કોન્સ. સંજયભાઈ ચાવડા સરકારી વાહન બોલેરો લઈને એક કેસની તપાસ માટે નીકળ્યા હતા. બપોરે ૧૫ઃ૨૫ કલાકે, જ્યારે તેઓ દાતરડી ગામે નેશનલ હાઇવે નં. ૫૧ ના બાયપાસના પુલ પાસે પહોંચ્યા, ત્યારે અચાનક રોડ ઉપર જમણી બાજુએથી નીલ ગાય આવી ગઈ હતી. અચાનક આવેલી નીલ ગાય બોલેરો (ય્ત્ન-૧૪ ય્છ-૧૩૮૮) સાથે જોરદાર રીતે અથડાતા વાહનના આગળના ભાગમાં ભારે નુકસાન થયું હતું. અંદાજ મુજબ, આ સરકારી બોલેરોને આશરે રૂ.૧,૦૦,૦૦૦નું નુકસાન થયું હોવાનું નોંધાયું હતું. સદનસીબે, આ અકસ્માતમાં પોલીસ અધિકારીઓનો આબાદ બચાવ થયો હતો.

Related Posts