દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 12 બેઠકો માટે પેટાચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન થયા બાદ આજે (ત્રણ ડિસેમ્બર) પરિણામ જાહેર થયું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામમાં ભાજપની બેઠકમાં ઘટાડો, જ્યારે કોંગ્રેસને ફાયદો થયો છે. આમ તો એમસીડીની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે, પરંતુ પાર્ટીની બે બેઠકો ઘટી ગઈ છે.એમસીડીમાં 12 વોર્ડમાં યોજાયેલ પેટાચૂંટણીમાં કુલ 51 ઉમેદવારોનો આજે ફેંસલો થઈ ગયો છે. આ ચૂંટણીમાં ભાજપે 12 વોર્ડમાંથી સાત વોર્ડ પર જીત મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. AAP ગત ચૂંટણીમાં પણ ત્રણ બેઠકો જીતી હતી અને હાલમાં પણ ત્રણ બેઠકો જીતી છે, પરંતુ ચાંદની મહલ અને ચાંદની ચોકની બેઠક હારી ગઈ છે.ભાજપની સંગમ વિહાર અને નારાયણા વોર્ડમાં હાર થઈ છે. વિહારમાં કોંગ્રેસનો અને નારાયણામાં AAPનો વિજય થયો છે. જ્યારે ભાજપે આમ આદમી પાર્ટીની ચાંદની ચોક બેઠક જીતી લીધી છે. અગાઉ કોંગ્રેસ પાસે આ બેઠકોમાંથી એક પણ બેઠક ન હતી, જોકે હવે કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવી છે.ડિસેમ્બર 2022માં નગર નિગમની ચૂંટણી 250 બેઠકો પર યોજાઈ હતી. પાર્ટીની સ્થિતિમાં થયેલા અનેક ફેરફારો બાદ વર્તમાન MCD સદનમાં ભાજપના 115 કાઉન્સિલરો છે. ભાજપનો લક્ષ્ય પેટા-ચૂંટણીઓમાં 12-0 થી જીત મેળવવાનો છે, જેથી 250 સભ્યો ધરાવતા નગર નિગમ સદનમાં 125ના સંપૂર્ણ બહુમતી ના આંકડા સુધી પહોંચી શકાય. સદનમાં વર્તમાનમાં AAPના 99 કાઉન્સિલરો છે.
દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો


















Recent Comments