રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે પ્રવાસ દરમિયાન કુંકાવાવ ખાતે નવ રચિત APMCની આકસ્મિત મુલાકાત લીધી હતી. તેમણે ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા વિશે ખેડૂતો સાથે સહજ સંવાદ કરી પ્રતિભાવ મેળવ્યા હતા.
કુંકાવવા ખાતે રાજ્યમંત્રીશ્રીના પ્રયાસોથી બાદ નવરચિત APMC ના માધ્યમથી બે કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. આ પ્રક્રિયામાં ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા તેમજ કોઈપણ પ્રકારની અગવડ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે APMC તેમજ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ પ્રસંગે તેમણે ટેકાના ભાવની મગફળીની ખરીદી પ્રક્રિયા દરમિયાન જાતે મગફળી ફોલી હતી અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. ખેડૂતો દ્વારા બારદાનના માપ સાઇઝ સહિતના પ્રશ્નોનું ખેડૂતોના પક્ષમાં નિરાકરણ લાવવા માટે ઘટતું કરવા માટે સૂચના આપી હતી. આ પ્રસંગે શ્રી અતુલભાઈ કાનાણી, સ્થાનિક અગ્રણીઓ અને APMCના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments