ગુજરાત

ચણાકા(ઉમરાળી)ની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર – હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સતત બીજા વર્ષે ઇસરોમાં પહોંચ્યા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (SAC-ISRO) દ્વારા ગુજસેક ભાવિકા કાર્યક્રમનું આયોજન કરાયુ છે.લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા, ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર – ચણાકા (ઉમરાળી) માધ્યમિક શાળાના 2 વિદ્યાર્થીઓ રામાણી મીત મુકેશભાઈ, અને ડોબરીયા યુગ રશ્મિનભાઈ જેઓને શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષિકા વૈશ્નવ મીરા સતિષભાઈ જેમના માર્ગદર્શન હેઠળ આ બન્ને વિધાર્થીઓ પસંદગી પામેલ હતા.

રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે એ માટે ગુજકોસ્ટ અને સેક ઈસરોના સંયુક્ત ઉપક્રમે ગુજસેક ભાવિકા કાર્યક્રમનું 10 દિવસ આયોજન કરવામાંનું આવેલું હતું. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે રાજ્યના વિદ્યાર્થીઓ પોતે જાતે તૈયાર કરેલા સોલિડ ફલૂઇડ રોકેટને ગુજરાત સાયન્સ સિટી ખાતે સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા,જે તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજણ નો સુંદર પરિચય આપે છે.

રાજ્યના 33 જિલ્લામાંથી 100 વિદ્યાર્થીઓની પસંદગી થયેલ હતી તે વિદ્યાર્થીઓ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ દરમિયાન SAC-ISRO, PRL, IPR, IAC, PDPU નો 1MW સોલાર પ્લાન્ટ,સાયન્સ સિટી વિવિધ ગેલરી અને લેબની મુલાકાત નિહાળી હતી. સાથે જ હેન્ડ ટુ હેન્ડ એકટીવીટી અને ઈસરોના વિજ્ઞાનિકો સાથે સીધોજ સંપર્ક કરી અવકાશીય સંશોધનો થી માહિતગાર થયા હતા. તેમજ ગુજરાત સાયન્સ સીટી જેવી દેશની મહત્વપૂર્ણ સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત કરવાનો અવસર મળેલ હતો.આ સાથે દેશના ઉચ્ચતમ સાયન્ટિસ્ટો સાથે રહીને ભાવી વૈજ્ઞાનિકોને કાર્ય કરવાની તક મળેલ હતી.

ગુજસેક કાર્યક્રમ મુખ્ય છ ઉદ્દેશ્યો પર કેન્દ્રિત છે

આ કાર્યક્રમ છ મુખ્ય ઉદેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેમાં અવકાશ વિજ્ઞાનમાં ઉત્સુકતા ફેલાવવી, સશોધનમાં જુસ્સો જગાવવો, રોજીંદા જીવન પર અવકાશ ટેકનોલોજીની અસરને પ્રકાશિત કરવી, STEM કારકિર્દીને પ્રોત્સાહિત કરવી, અવકાશ સાહસોમાં ઉદ્યોગસાહસિક વિશ્વાસ ઉભો કરવા જેવી બાબતો ઉપર ચર્ચા પણ કરી હતી.
આ અગાઉ પણ ગયા વર્ષે ચણાકા- માધ્યમિક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ અને સાથે માર્ગદર્શક શિક્ષિકા વૈષ્ણવ મીરાબેનની પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ- 2024 માં પસંદગી થયેલ હતી અને તેઓએ સેક-ઇસરો અને બીજી વૈજ્ઞાનિક સંશોધન કરતી સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સતત બીજા વર્ષે જૂનાગઢ જિલ્લાની એકમાત્ર ભેસાણની ચણાકા(ઉમરાળી) હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઇસરોની મુલાકાત લેવામાં આવી હતી.
આ તકે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપભાઈ ઓરા, ઉમરાળી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જસકુભાઈ શેખવા, શાળાના આચાર્ય આર. આર .ઢોલરીયા અને તાલુકાના પદાધિકારીઓ સહિતના એ અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે જિલ્લા કક્ષાના વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન- 2025 માં શિક્ષિકા અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું.
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની, એકમાત્ર ચણાકા હાઈસ્કુલના વિદ્યાર્થીઓ સતત બીજીવાર ઈસરોની મુલાકાતે પહોંચતા ચોરવાડ ખાતે યોજાયેલા વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદર્શન -2025 માં માર્ગદર્શન આપનાર શિક્ષિકા મીરા વૈષ્ણવ અને વિદ્યાર્થીઓનુ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Related Posts