અમરેલી

ચાવંડ પાણી પુરવઠા હેડ વર્ક્સ ખાતે તા. ૧૭ થી ૨૧ ડિસેમ્બર,૨૦૨૫ સુધી સંપનું ક્લીનીંગ : કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત થશે

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની ચાવંડ પાણી પુરવઠા હેડ વર્ક્સ ખાતે તા. ૧૭ થી ૨૧ ડિસેમ્બર,૨૦૨૫ સુધી સંપનું ક્લીનીંગ અને મેન્ટેનન્સ કરવાનું હોય લાઠી, લીલીયા-ચાવંડ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ચાવંડ હેડ વર્ક્સ ખાતેના તમામ લાભાર્થી ગામોને પાણી પુરવઠો જ્યારે કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ રીસ્ટોર કરવામાં આવશે. જેની સર્વે લાભાર્થીઓને નોંધ લેવા માટે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ લીલીયાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts