પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને નવી
ઊંચાઈઓ પર લઈ જવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આજરોજ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ શનિવારના
રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે વેપાર ઉદ્યોગ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
અમરેલીના અજમેરા સ્કૂલ ખાતેના વર્ધમાન બેન્ક્વેટ હોલ ખાતે આયોજિત આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીઓ
અને ઉદ્યોગ સાહસિકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને સ્વદેશી અભિયાન સાથે જોડવાનો છે.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે આ સંમેલનના અધ્યક્ષ સ્થાને ઉર્જા મંત્રીશ્રી
કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે અને મુખ્ય વકતા તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલા ઉપસ્થિત રહીને આત્મનિર્ભર ભારત વિષે માહિતી અને માર્ગદર્શન આપશે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપડે
સૌ લોકલ માટે વોકલ બનીએ, ભારતને વૈશ્વિક બનાવીએ અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના
સંકલ્પને સાર્થક કરવા સૌ સાથે મળી પ્રયાસ કરીએ.
આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, રાજૂલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી,
ધારીના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા અને લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સહીત જિલ્લા ભાજપના
મહામંત્રીઓ શ્રી મેહુલભાઈ ધોરાજીયા, શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા અને શ્રી પીઠાભાઈ નકુમ સહીત વેપાર ક્ષેત્રના
આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહેશે.
જિલ્લા ભાજપ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત વેપાર ઉદ્યોગ સંમેલનના સંયોજક સર્વશ્રી શ્રી દિનેશભાઈ
ભુવા, શ્રી કેતનભાઈ સોની અને શ્રી દિવ્યેશ વેકરિયાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભારતને આર્થિક રીતે સદ્ધર
બનાવવા માટે વેપારી મિત્રોઓનો ફાળો અમૂલ્ય હોય છે. આથી, અમરેલી જિલ્લાના તમામ નાના-મોટા વેપારીઓ અને
ઉદ્યોગકારોને આ સંમેલનમાં સમયસર હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે.
અમરેલી જિલ્લા ભાજપ આયોજિત અમરેલી ખાતે ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેપારીઓનું મહાસંમેલન યોજાશે…


















Recent Comments