અમરેલી

ખાંભાના દાઢીયાળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૭૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે ખાંભા તાલુકાના દાઢીયાળી – ખાંભા
ગામની સીમમાં જુગાર અંગે રેઇડ દરમિયાન સાત ઇસમોને જાહેરમાં પૈસા તથા
ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર
સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ જુગાર ધારા મુજબ
ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા
ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ભીખુભાઇ અલીભાઇ ચૌહાણ, ઉ.વ.૪૭, રહે.ખાંભા, જુના ગામમાં, તા.ખાંભા,
જિ.અમરેલી.
(૨) ભુપતભાઇ નાથાભાઇ મકવાણા, ઉ.વ.૪૯, રહે.ખાંભા, લીંમડીપરા, તા.ખાંભા,
જિ.અમરેલી.
(૩) હિંમતભાઇ ભીખુભાઇ વેગડ, ઉ.વ.૫૫, રહે.ધારી, નવી વસાહત તા.ધારી,
જિ.અમરેલી.
(૪) ભીખુભાઇ દાઉદભાઇ સોલંકી, ઉ.વ.૪૫, રહે.ખાંભા, જુના ગામમાં, તા.ખાંભા,
જિ.અમરેલી.

(૫) પ્રફુલભાઇ મનજીભાઇ સોલંકી, ઉ.વ.૫૨, રહે.ખાંભા, જુના ગામમાં, તા.ખાંભા,
જિ.અમરેલી.
(૬) અર્જુનસિંહ જશવંતસિંહ રાઠોડ, ઉ.વ.૪૨, રહે.ખાંભા, ભગવતીપરા, તા.ખાંભા,
જિ.અમરેલી.
(૭) બચુભાઇ બાઘાભાઇ વાળા, ઉ.વ.૩૯, રહે.મેરીયાણા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી
 પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૭૦,૮૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૭૦,૮૦૦/- નો મુદ્દામાલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. જનકભાઇ
હિમાસીયા, જાહીદભાઇ મકરાણી, લીલેશભાઇ બાબરીયા તથા પો. કોન્સ. ભાવિનગીરી
ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts