સાવરકુંડલા ખાતે આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ૨૪ ડિસેમ્બર અંતર્ગત ગ્રાહકો માટેના અધિકારો વિષે જાગૃતિ લાવવા માટે તેમજ સાંપ્રત સમયમાં છેતરાતા ગ્રાહકોને માહિતગાર કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને ખ્યાતનામ એડવોકેટ, નોટરી રમેશભાઈ હિરાણી, ગ્રાહક સુરક્ષા મંડળના કન્વીનર અને પીટીસી કોલેજના પ્રોફેસર ડો. રવિભાઈ મહેતા સાથે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ અને સાવરકુંડલાના ડીજીટલ ન્યૂઝ આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝના પત્રકાર, ગુરુકુળના ભૂતપૂર્વ શિક્ષક બિપીનભાઈ પાંધી વગરેએ હાજર રહી વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત અધિકારો વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવેલ સાથોસાથ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહના આચાર્ય હરેશભાઈ મહેતા અને તેમના તમામ શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે ગુરુકુળના સંતોએ પણ પધારેલ મહેમાનોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ અંતે આભાર વિધિ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનાં ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ.
સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગ્રાહક અધિકાર દિન ઉજવાયો


















Recent Comments