કોઈ અચ્છી તરકીબ તો બતા દો,
મેરે મનકા ગીત તો અબ સુના દો.
ખિલૌને મિટ્ટી કે ન મિલે હી સહી,
કાગજ કી એક નાવ તો બના દો.
છોડકર સારે શિકવે-ગિલે ચલો
બૈઠકર પરીયોંકી કથા સુના તો દો .
મૈં હાલ પૂછું તુમસે દિલોં કા,
મન અપના ગુલઝાર બના દો,
મિલકે ગલે એકબાર બચપન કો
ખુદ કા બચપન યાદ કરા લો..
– – “પાંધીસર”
થોડી કાવ્યાત્મક લાગે તેવી વ્યથા આ પંક્તિઓ કરી જાય છે. હા, એક માત્ર સાત
વર્ષનું બાળક પોતાની શાળામાં એક નાનકડી રીવોલ્વરની ધડાધડ ગોળીબાર કરે છે અને તેની ટીચર ફર્શ પર ફસડાય પડે છે.. હા. આ વાત છે એક સમૃદ્ધ અને ધનાઢ્ય દેશ અમેરિકાની..અને જ્યારે એ બાળકને એમ પૂછવામાં આવે કે તે ગન શા માટે ચલાવી? તો જવાબ માત્ર એટલો જ હતો કે એ ટિચર મને પસંદ નથી.!! આમ “નાનાં ભૂલકાઓ અને ગન કલ્ચર” શું માની ન શકાય તેવી ઘટના છે ? પણ આ સ્થિતિમાંથી આ અમેરિકન કલ્ચરથી બહાર નિકળવા પ્રયત્નશીલ છે ત્યારે બાળમાનસમાં હીંસાનો ઉદભવ એ એક અત્યંત જલદ મુદ્દો છે. આવું શાને કારણે ઉદભવે છે? એ એક સંશોધનનો વિષય છે..
હા, આવી સ્થિતિને ખાળવા માટે ફરી આપણે આપણી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જ્યારે બાળકનાં બાલ્યાવસ્થામાં આ બાળકોને ઘોડિયામાં જ નિતીમત્તા, આદર્શો, મૂલ્યનિષ્ઠ ધાર્મિકતા પીરસવામાં આવતી હતી. અને એથી આગળ જઈએ તો બાળકની માતા ગર્ભાવસ્થામાં ધાર્મિક વાંચન કરતી અને હમેશાં પ્રસન્નતાના ભાવથી પોતાના આવનારાં બાળ શિશુંનું સંસ્મરણ કરતી. અને આ પોઝીટીવ વાઇબ્રેશનની ઉર્જા દ્વારા એક ગુણસંપન્ન શિશુનો જન્મ થતો.. બચપણમાં રાત્રે અને દિવસે શિશું આરામ કે ઊંઘવાં જાય ત્યારે ખૂબજ સુંદર હાલરડાંઓ ગાતાં ગાતાં પોતાના શિશુને પોઢાડતી.
આજે આ હાલરડાં શબ્દ જ એક પરિકલ્પના જેવો લાગે છે. સાંપ્રત માતાઓ કદાચ આ હાલરડાં શબ્દને શબ્દકોષમાં ખોળતી હોય તો નવાઈ પામવા જેવું નથી.!! અને આ માતૃત્વ અને પરિપાલન એ લગભગ પોતાનાં વડીલો પાસેથી પ્રાપ્ત થતું. હા, ફુરસદની પળોમાં ઘર પરિવારનાં વડીલો – દાદા દાદી, કાકા કાકી કે કુટુંબના અન્ય સભ્યો સાથે પરીકથા, ધાર્મિકતા સભર વાર્તાઓ, જોડકણાં, ગીતો સાંભળવાની પ્રથા પણ બાળઘડતરમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવતાં. અને બાળમાનસમાં બાળપણથી જ પોઝીટીવીટીનાં ખ્યાલ દ્રઢ થતા અને બચપણ એક સ્વસ્થ અને સુરુચિપૂર્ણ સમાજનો હીસ્સો બનતા.. ચડસા ચડસી, વાદવિવાદથી પર રહી સુસંવાદિતા અને વહેંચીને માણવું, જાણવું, ખાવા પીવાની કલા કે સમજ બાલ્યાઅવસ્થામાંથી જ કેળવાતી. આમ શૈશવની સમસ્યાનું સમાધાન આપણી ઋષિપરંપરાંમાંથી આજે પણ મેળવી શકાય છે. જરુર છે માત્ર આપણી પૌરાણિક અને રુઢીગત આ પરંપરામાં ડોકિયું કરી થોડું અમલીકરણ કરવાની..


















Recent Comments