દામનગર શહેર માં સૂર્યમુખી ધૂન મંડળ અને શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ ના સ્વંયમ સેવી યુવાનો એ સમગ્ર શહેર ના રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વસાહત મુખ્ય બજારો માં મકરસંક્રાંતિ ના પાવન પર્વે એ જોળી ફેરવી એકત્રિત કરેલ દ્રવ્ય દાન યોગ્ય જરૂરિયાતમંદ સુધી પહોચાડ્યું. હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના દરેક પર્વ દાન ધર્મ પરોપકાર જીવદયા નું અનુમોદન કરે છે તેમાંય ખાસ મકરસંક્રાંતિ નું પર્વ એટલે પરમાર્થ કાર્ય માટે સર્વ શ્રેષ્ટ ગણવા માં આવ્યું છે ત્યારે દામનગર શહેર ના અનેક યુવાનો એક દિવસ માટે
“મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવે લાજ” પરહિત માં યાચીકા કરી રોકડ રકમ ખાદ્ય દ્રવ્ય વસ્ત્ર જેવી કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુ દાન માં મેળવી ખરા જરૂરિયાત મંદ સુધી પહોંચાડવા નું કાર્યકર્તા ધૂન મંડળ ના યુવાનો એ કપડાં ગોદડાં ધાબળા સહિત અનાજ કઠોળ સહિત નું દ્રવ્ય પ્રભુસેવા આશ્રમ ને અર્પણ કર્યું હતું સમગ્ર શહેરભર થી એકત્રિત દ્રવ્યદાન લીમડા હનુભા ના પાસે આવેલ પ્રભુસેવા આશ્રમ ને અર્પણ કરવા પધારેલ અશોકભાઈ બાલધા પ્રફુલભાઈ નારોલા અતુલભાઈ ગોહિલ બિમલ પંડયા પ્રવીણભાઈ નારોલા સહિત ના ધૂન મંડળ ના સદસ્યો ને દાતા રત્નો એ આપેલ દાન ખરા જરૂરિયાતમંદો સુધી પહોચાડ્યું હતું તેથી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરતા દાતા પરીજનો અને આશ્રમ પરિવારે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો આભાર દર્શન પ્રગટ કર્યું હતું

















Recent Comments