ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ
મોદીજીના જન્મદિવસે શરૂ કરાયેલા મેદસ્વિતા શિબિર રાઉન્ડ-1 અને રાઉન્ડ-2 પછી રાઉન્ડ-3 તા.૨૦/૦૧/૨૦૨૬ના
રોજ યોજાશે. આ કેમ્પ તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી સતત ૩૦ દિવસ સુધી ચાલશે. જેમાં મેદસ્વીતાથી પીડિત લોકો
ભાગ લઈ શકશે.
ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અંતર્ગત વિવિધ સામાજિક
સંસ્થા, શિક્ષણ સંસ્થા, વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા અષ્ટાંગયોગ, સૂર્ય નમસ્કાર સહિતના યોગના કાર્યક્રમો યોજવામાં
આવી રહ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં મેદસ્વિતા કેમ્પનું ૩૦ દિવસીય આયોજન કરવામાં આવ્યુ છે. આ
કાર્યક્રમ ભાવનગર જિલ્લા યોગ કોર્ડીનેટર વિશાલભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ
મંદિર નેશનલ હાઇવે હનુમંત હોસ્પિટલ સામે, મહુવા ખાતે યોજાશે. રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જિલ્લા યોગ
કોર્ડિનેટર શ્રી વિશાલભાઈ ડાભી (8000826379) નો સંપર્ક કરવાનો રહેશે.
મહુવા ખાતે ૩૦ દિવસીય મેદસ્વીતા શિબિર યોજાશે

















Recent Comments