રક્તપિત્ત પૂર્વજન્મના પાપ કે શાપનું ફળ નથી કે, તે વારસાગત નથી. કોઈપણ બાળક રક્તપિત્ત રોગ સાથે જન્મતું નથી. રક્તપિત્ત એ અન્ય ચેપી રોગોની જેમ જંતુ (બેક્ટેરિયાથી) ફેલાતો રોગ છે, તે કોઈપણ તબક્કે મટાડી શકાય છે. રક્તપિત્ત સમસ્યા ફક્ત તબીબી પ્રશ્ન નથી પરંતુ રક્તપિત્તના દર્દી પ્રત્યેની સૂગને પરિણામે તે એક સામાજિક, આર્થિક, અને મનોવૈજ્ઞાનિક સમસ્યા બની છે. રક્તપિત્ત માઇક્રોબેક્ટેરિઅલ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે. તેની સમયસર સારવાર કરવી અત્યંત જરૂરી છે.
“રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લઈ આગામી તા.૩૦ જાન્યુઆરીથી ‘સ્પર્શ’ રક્તપિત્ત નિર્મૂલન જાગૃત્તિ કાર્યક્રમ (લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન) યોજાશે.
આ અભિયાનના સુચારું આયોજન અર્થે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ રક્તપિત્ત હોવા અંગેની તપાસ, (લેપ્રસી ડિટેક્શન), નિદાન, સારવાર પર વધુ ભાર આપવામાં આવેતે બાબતે સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, જનજાગૃત્તિ અભિયાન દરમિયાન શાળા કક્ષાએ ચિત્ર સહિતની સ્પર્ધાઓમાં માધ્યમથી ઉપરાંત પોસ્ટર, સ્લોગન અને રેલીના માધ્યમથી જાગૃત્તિ વધારવામાં આવશે. વર્ષ ૨૦૨૬ની થીમ – “Ending Discrimination, Ensuring Dignity” રાખવામાં આવી છે.
‘સ્પર્શ’ રક્તપિત્ત નિર્મૂલન જાગૃત્તિ કાર્યક્રમ અભિયાનની જિલ્લા કો-ઓર્ડિનેશન સમિતિની બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments