અમરેલી ઇન્ટેલ કંપની દ્વારા ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ, અમરેલી માં ‘એ.આઈ ફોર યુથ’ પ્રોગ્રામના ભાગરૂપે જાન્યુઆરી ૨૭-૨૮ ૨૦૨૬, ૨ દિવસ ની હેન્ડ્સ-ઓન એ.આઈ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ૪ સરકારી શાળાઓ ના કુલ ૨૦૦ વિદ્યાર્થીઓ આ ટ્રેનિંગ નો ભાગ બન્યા હતા. આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મૂળભૂત બાબતોનો પરિચય કરાવવાનો અને તેમને તેના અલગ અલગ ક્ષેત્રો જેમકે કોમ્પ્યુટર વિઝન, ડેટા સાયન્સ અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ વિષે પ્રાયોગિક અનુભવ પ્રદાન કરવાનો છે.’એ આઈ ફોર યુથ’ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને એ. આઈ. ક્ષમતાઓથી સશક્ત બનાવવા, નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. વર્કશોપમાં એ. આઈ. ની મૂળભૂત બાબતો, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમકે ઓબ્જેક્ટ ડિટેક્શન, સેલ્ફ ડ્રાઇવિંગ કાર ડેમો, કોડિંગ ના કોન્સેપટ અને ઇન્ટરેક્ટિવ સેશનનો સમાવેશ થાય, જે શિક્ષણને મજેદાર અને આકર્ષક બનાવે છે.જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મનોહરસિંહ ગોહિલે ટ્રેઇનિંગ વર્કશોપની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી. કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલીના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યલક્ષી કૌશલ્યોનું નિર્માણ કરવાની પહેલ માટે ઇન્ટેલ અને ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના પ્રયાસોની પણ પ્રશંસા કરી.
આ પહેલ ઇન્ટેલ ની યુવાનોમાં એ. આઈ. એ.આઈ અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનો એક ભાગ છે.


















Recent Comments