ભાવનગર

રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) થકી સિહોર તાલુકાના વડીયા ગામના કિરણબેનની પ્રેરણાદાયક સફર

મહિલા સશક્તિકરણ આજના સમયમાં સમાન વિકાસ અને આત્મનિર્ભર સમાજ નિર્માણ માટેનું
મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને આર્થિક, સામાજિક અને આત્મવિશ્વાસના સ્તરે
મજબૂત બનાવવામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડીયા ગામમાં રહેતા શ્રીમતી દેવમુરારી કિરણબેનની સફળતા કથા
આ પરિવર્તનનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.
અગાઉ સામાન્ય ગૃહિણી તરીકે પરિવારની જવાબદારીઓ નિભાવતા કિરણબેન માટે મર્યાદિત આવક
વચ્ચે રોજિંદા ખર્ચ, બાળકોનું શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બનતી હતી. આવી
પરિસ્થિતિમાં NRLM અંતર્ગત રચાયેલ સીતારામ સખી મંડળ સાથે જોડાવાનો તેમનો નિર્ણય જીવનમાં
મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો. સખી મંડળ દ્વારા તેમને બચતની ટેવ, સામૂહિક શક્તિ અને આત્મવિશ્વાસ
મળ્યો, જે તેમના જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થયો.

રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) અંતર્ગત રચાયેલા સ્વ-સહાય જૂથ (SHG) સાથે જોડાયા
બાદ તેમને બચત, લોન વ્યવસ્થા અને વ્યાવસાયિક તાલીમ વિષે માહિતી મળી હતી. ત્યારબાદ NRLM
દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમોમાં ભાગ લઈને કિરણબેન એ ઓર્ગેનિક સાબુ, હર્બલ શેમ્પૂ અને હેર ઓઇલ
ઉત્પાદનની વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેમણે ઘરેથી નાની માત્રામાં તુલસી, નીમ,
એલોવેરા અને આમળા જેવા હર્બલ ઘટકો વડે કેમિકલમુક્ત ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું. ગુણવત્તા અને
વિશ્વાસને કારણે સ્થાનિક બજારમાં સારો પ્રતિસાદ મળતા તેમણે ઉત્પાદન વિસ્તાર્યું હતું.
સ્વ-સહાય જૂથ (SHG) મારફતે પ્રાપ્ત બેંક લોનથી કાચા માલ અને પેકેજિંગ માટે સહાય મળતાં
તેમના ઉત્પાદનોનું વેચાણ ગ્રામ પંચાયત મેળા, હાટ બજાર તેમજ પ્રદર્શનોમાં થવા લાગ્યું હતું. આજે તેઓ
મહિને સરેરાશ રૂપિયા ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ સુધીની આવક પ્રાપ્ત કરી રહ્યા છે અને વર્ષ દરમિયાન
રૂપિયા ૬૦,૦૦૦ થી વધુ સરેરાશ આવક મેળવી “લખપતિ દીદી” બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ સાથે જ તેઓ અન્ય મહિલાઓને રોજગાર પૂરું પાડી ગ્રામિણ સ્તરે આર્થિક સશક્તિકરણનું ઉત્તમ
ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ પ્રગતિના પરિણામે તેમના પરિવારના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. બાળકોને સારી
શિક્ષણ અને આરોગ્ય સુવિધા મળી રહી છે તેમજ સમાજમાં તેમનો માન-સન્માન વધ્યો છે. કિરણબેનનો
સંદેશ સ્પષ્ટ છે કે “યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે”.
શ્રીમતી દેવમુરારી કિરણબેનને સ્ટેટ લેવલ સખી મેળો જમ્મુ-કશ્મીર (સરસ મેળો)માં સહભાગિતા
પ્રાપ્ત થવી તેમની સિદ્ધિને વધુ ઊંચાઈ આપે છે. આ માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ NRLM દ્વારા
ગ્રામિણ મહિલાઓને મળતા તાલીમ,

Related Posts