ભાવનગર

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત તા.૧૫ ફેબ્રુઆરી સુધીમાં બીલ ફાઈલ આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે

ભાવનગર જીલ્લાના બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત ખાતેદારએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬
દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકી
નિયમાનુસાર પાત્રતા ઘરાવતા તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરી
આપવામાં આવેલ છે.
આથી આવા તમામ અરજદારોએ જરૂરી સાધનિક કાગળો (અરજીની સહી વાળી નકલ, ૭-૧૨ તથા ૮ અ ની
નકલ, બેંક પાસબુક, આધારકાર્ડની નકલ, ખરીદીના બીલો, અરજદારનો વાવેતર/સાધન સાથેનો રેખાંશ-અક્ષાંસ
સાથેનો ફોટો, તથા અન્ય જરૂરી કાગળો) તા.૧૫/૦૨/૨૦૨૬ સુધીમાં બિનચૂક આઈ ખેડૂત પોર્ટલ પરના આપના
લોગઇન આઇ ડી પરચી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષ માટે બીલો અપલોડ થઇ શકશે નહીં. જેની તમામ અરજદરોએ ખાસ
નોંધ લેવી. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા,
ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરવાનો રહેશે.

Related Posts