અમરેલી

રાજુલા–જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી મુદ્દે રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર

રાજુલા–જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી મુદ્દે રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદનપત્ર

રાજુલા, તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬

કોંગ્રેસ સમિતિ દ્વારા એસ.આઈ.આર. (મતદાન સુધારણા) કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં. ૭ દ્વારા મતદાર યાદીમાંથી નામ રદ કરાયેલા નાગરિકોના પ્રશ્ને આજે રાજુલા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનરને સંબોધી રાજુલા પ્રાંત કલેક્ટર મારફતે પાઠવવામાં આવ્યું.

કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી હતી કે મતદાર યાદીમાંથી નામ રદ થવાના બનાવો લોકશાહી માટે ચિંતાજનક છે અને યોગ્ય તપાસ કરીને પાત્ર મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા પગલાં લેવાં જોઈએ. દરેક નાગરિકને મતદાનનો અધિકાર બંધારણીય હક છે અને તેની સુરક્ષા થવી આવશ્યક છે.

આ તકે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટીકુભાઈ વરુ, ગાંગાભાઈ હડિયા, રવિરાજભાઈ ધાખડા.નાયાભાઈ ગુજર, વિઠ્ઠલભાઈ સોલંકી, જેડી કાછડ, હરેશભાઈ બાંભણિયા, દીપકભાઈ ત્રિવેદી, અબ્દુલભાઈ સેલોત અબ્દુલભાઈ સેલોત, રસુલભાઈ દલ, રજાકભાઈ થૈયમ, હિતેશભાઈ સોલંકી, મારું સાહેબ.ઉત્સવ મારું. ચેતનભાઈ શિયાળ, યુવરાજભાઈ વરુ, અબ્દુલભાઈ ચાવડા, અનકભાઈ સાખટ.વિજયભાઈ ખાસિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું હતું કે મતદારોના અધિકાર સાથે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં નહીં આવે અને જરૂરી હોય તો લોકશાહી પદ્ધતિથી આગળ પણ લડત ચાલુ રાખવામાં આવશે. તેમ રવિરાજભાઈ ધાખડાની યાદીમાં જણાવું છે

Related Posts