સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલાના સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે. તાલુકાની ‘જીવનદોરી’ સમાન નદીઓ અને ડેમોની જળ
સંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા આ કામ અંતગત બાઢડા નદી ઊંડી ઉતારવાનું કામ
₹૩૭.૯૨ લાખ,શેલણા ,નદી પર નવો ચેકડેમ બનાવવો ₹૨૮.૦૭ લાખ, ઘાંડલા ફલડ પ્રોટેક્શન
(પૂર સંરક્ષણ) દીવાલ ₹૨૨.૭૮ લાખ, મેરીયાણા ફલડ પ્રોટેક્શન (પૂર સંરક્ષણ) દીવાલ ₹૧૭.૧૨ લાખ
કુલ ₹૧.૦૫ કરોડના વિકાસકાર્યોને સેધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સથી ભૂગર્ભ
જળસ્તર ઊંચા આવશે અને ચોમાસા દરમિયાન પૂરના જોખમમાં ઘટાડો થશે.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ વિકાસકાર્યો
સાવરકુંડલા તાલુકા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નદીઓ ઊંડી થવાથી અને નવા ચેકડેમ બનવાથી
પાણીનો સંગ્રહ વધશે, જેનો સીધો લાભ ખેતી અને પશુપાલનને મળશે. સાથે જ ફલડ પ્રોટેક્શન વોલના
નિર્માણથી ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરથી થતું નુકસાન અટકશે.”ભૂગર્ભ જળ: જળ સંગ્રહ વધતા
આસપાસના કુવા અને બોરના તળ ઊંચા આવશે.પર્યાવરણ: નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં
સુધારો થશે.
આ મહત્વપૂર્ણ વિકાસકાર્યોને મંજુરી આપવા બદલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ માનનીય
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય જળસિંચન મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો તાલુકાની
જનતા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
સાવરકુંડલા તાલુકામાં જળસંચયમાટે ₹૧.૦૫ કરોડના ચેકડેમ અને ફલડ પ્રોટેક્શન દીવાલનું કામ તેમજ ઊંડું ઉતારવાના કામોને ધારાસભ્ય કસવાલાના પ્રયત્નોથી સેધાંતિક મંજુરી મળી


















Recent Comments