“અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે વિદ્યા જીવન તૃપ્ત કરે” ધીરૂભાઇ નારોલા
દામનગર સ્થિત પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે તાજેતર માં સુરતની પ્રખ્યાત નારોલા ડાયમંડના સંચાલક મોભી શ્રી ધીરુભાઈ નારોલા તથા તેમના પત્નીશ્રી શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર
શ્રી ધીરુભાઈ નારોલા તથા તેમના પત્નીશ્રીએ છાત્રાલયની દીકરીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસના મહત્ત્વ વિશે સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ, વ્યવસ્થાઓ તથા સેવાકાર્યોની પણ મુલાકાત લઈ વખાણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે ૧૧ દીકરીઓને દત્તક લઈને તેમના શિક્ષણ અને ભવિષ્ય માટે રૂ. ૨.૭૫.૦૦૦ (બે લાખ પંચોતેર હજાર રૂપિયા)નું દાન અનુદાન આપીને ઉત્તમ માનવસેવા દાખવી હતી.
તેમની આ ઉદાર સહાય અને પ્રોત્સાહનથી સંસ્થાના સંચાલકો તથા દીકરીઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી હતી. સંસ્થાની તરફથી શ્રી ધીરુભાઈ નારોલા તથા તેમના પત્નીશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આવી સેવાભાવી વ્યક્તિઓની સહાયથી પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.


















Recent Comments