અમરેલી જિલ્લામાં ૨૪ હજાર જેટલા મતદાતાઓના મતાધિકાર છીનવવા ભરાયેલા ફોર્મ નંબર 7 રદ કરાયા
પુરાવા વિના નામો કમી કરવાના મનસૂબા ધરાવતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવતા પ્રતાપ દુધાત
અમરેલી જિલ્લા માં SIR ની કામગીરી બાદ અચાનક ૨૪૦૦૦ થી વધુ મતદારો નાં નામો રદ કરવા માટે ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભા વાઇજ વાંધા રજુ કરીને ફોમ નંબર –૭ ભરવામાં આવેલ હતા, તેમાં સાવરકુંડલા લીલીયા વિધાનસભા માં ૮ હજાર , અમરેલી વિધાનસભા માં ૭ હજાર, લાઠી વિધાનસભા માં ૧ હજાર અને ધારી વિધાનસભા ૨ હજાર તેમજ રાજુલા વિધાનસભા માં ૬ હજાર એમ કુલ અમરેલી લોકસભા ની વિધાનસભાઓ નાં કુલ ૨૪૦૦૦ (ચોવીસ હાજર) મતદારો ને ગેર બંધારણીય નામો કમી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેમની જાણ કોંગ્રેસ ને થતા પ્રતાપ દુધાત પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા તેમની ટીમ દ્વારા આ ૨૪૦૦૦ (ચોવીસ હજાર) મતદારો નાં મતાધિકાર ના છીનવાઈ જાય તે માટે કલેકટર શ્રી અમરેલી અને તમામ વિધાનસભા ના નાયબ કલેકટર શ્રી અને ચુંટણી અધિકારી ને રજૂઆત કરવામાં આવેલ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી નાં નામ કાર્યકર્તાઓ દ્વારા વાંધા સાથે ફોર્મ નં-૭ ભરવામાં આવેલ હતા અને તેમાં કોઈપણ પુરાવા વગર રજુ કરેલ હતા તે માટે પ્રતાપ દુધાત દ્વારા મતદારો ને સાથે રાખીને અલગ અગલ વિધાનસભા વાઈઝ આવેદનપત્ર પાઠવામાં આવેલ હતું અને તેમાં નાયબ કલેકટર શ્રી તથા ચુંટણી અધિકારી ને તેમની માંગણીઓ રજુ કરવામાં આવેલ હતી જેંમા આ ખોટી રીતે નામ ના ફોર્મ નં-૭ રદ કરવામાં આવે અને જે જે વ્યકિતો દ્વારા આ ખોટા વાંધા અને મનસ્વીપણે ફોર્મ ભરનાર સામે ચુંટણી અધિકારી દ્વારા કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવે
ત્યારે હાલ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થતા અમરેલી જિલ્લાના જે ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકતાઓ દ્વારા વાંધા સાથે રજુ કરેલ ફોર્મ નંબર- ૭ ને આખરે રદ કરવામાં આવેલ અને ૨૪૦૦૦ (ચોવીસ હજાર) જેટલા મતદારો નાં નામો મતદાર યાદી માં સંપૂર્ણપણે હયાત રાખવામાં આવ્યા છે
આખરે કોંગ્રેસ ની સતત લડાઈ અને પ્રતાપ દુધાત અને કોંગ્રેસ પાર્ટી ની ટીમ નાં અથાગ પ્રયત્ન ને કારણે વહીવટીતંત્ર ને જુકવું પડ્યું અને ભારતીય જનતા પાર્ટી અને તેમના કાર્યકર્તા ની જે મેલી મુરાદ અને નામ કમી કરવાનો ઈરાદો મનમાં જ રહી ગયો, અને કોંગ્રેસ ની લડાઈ ની જીત થઇ છે
અંત માં પ્રતાપ દુધાત દ્વારા કરેલ માંગણી નો સ્વીકાર કરવામાં આવેલ અને વહીવટીતંત્ર ને જણાવેલ છે કે આ ખોટી રીતે નામ રદ કરવા અને વાંધા સાથે રજુકરેલ ફોમ નં ૭ નાં ૪૫ વધુ લોકો સામે તંત્ર દ્વારા ક્યારે પગલા ભરવામાં આવશે. અને જો ટુક સમય માં આ પગલા ભરવામાં નહી આવે તો આક્રમતા સાથે લડાઈ લડવાની અને નામ. કોર્ટ માં જવાની પણ તૈયારી દર્શાવેલ છે
પ્રતાપ દુધાત દ્વારા જણાવેલ છે કે કોંગ્રેસ હમેશા પ્રજાહિત માટે લડાઈ લડે છે. અને ખોટા વિકાસ નાં નામ પાછળ પ્રજાને હેરાન કે તેમના અધિકાર અને હક્કો છીનવવાનું નહી મતાધિકાર એ બંધારણીય અધિકાર છે અને તેમનું હનન એ લોકશાહીનું અપમાન નહિ થવા દઈએ…. આખરે પ્રજાહિત અને લોકશાહી માટે લડતી કોંગ્રેસ નો વિજય થયો છે.


















Recent Comments