ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં મેદસ્વિતા નિયંત્રણ માટે
ત્રણ તબક્કામાં વિશેષ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરની શરૂઆત દેશના માનનીય
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી થઈ હતી અને તા.૨૦ ફેબ્રુઆરી સુધી ત્રણ રાઉન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ
કરવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ બે સ્થળોએ 30
દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેના સમાપન પ્રસંગે ગવર્મેન્ટ મેડિકલ
કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિબિરમાં ભાગ લેનાર યોગ સાધકોને યોગ્ય માર્ગદર્શન
આપતાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી સૂચનો અને વૈજ્ઞાનિક માહિતી આપી હતી.
યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ગીતામંદિર અક્ષરધામ પાર્ક ખાતે દિયાબેન ડોંડા,
વર્ષાબેન ઘેડીયા, શીતલબેન કટુડીયા તેમજ માધવ નગર કાળીયાબીડ ખાતે સોનલબેન જોશી, જીજ્ઞાબેન દવે,
જીતેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા 30 દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
આ શિબિર દરમિયાન ભાગ લેનાર સાધકોએ ૨ કિલોથી લઈને ૭ કિલો સુધી વજનમાં ઘટાડો નોંધાવ્યો હતો,
જે યોગ અને નિયમિત જીવનશૈલીના સકારાત્મક પરિણામનું પ્રતીક છે. વધુમાં વધુ નાગરિકો યોગ સાથે જોડાઈ
સ્વસ્થ જીવનશૈલી અપનાવે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નિશુલ્ક યોગ વર્ગો નિયમિત રીતે
કાર્યરત છે.
આ વર્ગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી નાગરિકો મેદસ્વિતા સહિત અન્ય અનેક રોગોથી દૂર
રહી શકે અને યોગ દ્વારા શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે. સાથે જ “વસુધૈવ કુટુંબકમ્”ની
ભાવના સમાજમાં વધુ મજબૂત બને તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. યોગ સાથે જોડાઈ સ્વાસ્થ્ય લાભ મેળવવા
તેમજ પોતાની નજીકના વિસ્તારમાં યોગ વર્ગ શરૂ કરવા માટે યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલ (8487997969) નો
સંપર્ક કરવાનો રહેશે.
ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 30 દિવસીય મેદસ્વિતા યોગ શિબિર યોજાઈ


















Recent Comments