ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીંની ખેતી પર કરોડો લોકોનો જીવનનિર્વાહ નિર્ભર છે. છેલ્લા
કેટલાક દાયકાઓમાં રાસાયણિક ખાતરો અને જીવાતનાશકોના વધતા ઉપયોગે ઉત્પાદન વધાર્યું છે, પરંતુ
તેની સાથે જમીનની ઉર્વરતા, પાણીની ગુણવત્તા અને માનવ આરોગ્ય પર પ્રતિકૂળ અસર પણ જોવા મળી
છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી એક સશક્ત અને ટકાઉ વિકલ્પ તરીકે ઊભરી રહી છે.
પ્રાકૃતિક ખેતી એ એવી પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતરો અને જીવાતનાશકોનો ઉપયોગ કર્યા વિના
કુદરતી સ્ત્રોતો દ્વારા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. ગાયના ગોબર અને ગૌમૂત્રથી બનેલા જીવામૃત,
ઘનજીવામૃત, બીજામૃત જેવા દ્રાવણોનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં જમીનને “જીવંત સજીવ” તરીકે
માનવામાં આવે છે, જેથી જમીનની સજીવતા અને ઉર્વરતા જળવાઈ રહે છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વિસ્તૃત કરવા વિવિધ
તાલીમ કાર્યક્રમો અને માર્ગદર્શન શિબિરોનું આયોજન કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તેમના માર્ગદર્શન હેઠળ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સારા પરિણામો મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતની આવક વધારવાનું સાધન નથી, પરંતુ પર્યાવરણ
સંરક્ષણ અને સ્વસ્થ સમાજ નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તે જમીન, પાણી, પર્યાવરણ અને માનવ
આરોગ્ય વચ્ચે સંતુલન જાળવી રાખે છે. ટકાઉ વિકાસ અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે
પ્રાકૃતિક ખેતી તરફ વળવું સમયની માંગ બની ગઈ છે.
પ્રાકૃતિક ખેતી : સ્વસ્થ ધરતી, સમૃદ્ધ ખેડૂત અને સુરક્ષિત ભવિષ્ય


















Recent Comments