• વડાપ્રધાનની એવી તો શું મજબૂરી કે અમેરીકાના ઘૂંટણીએ પડીને ટ્રેડ ડિલ કરી રહ્યા છો? : શ્રી અમિત ચાવડા
• ખેડૂત, પશુપાલક, ડેરી ઉદ્યોગ અને દેશની ઇકોનોમીને મોટુ નુકસાન કરવાવાળી ટ્રેડ ડીલને તાત્કાલિક રદ કરો :
શ્રી અમિત ચાવડા
• શું એપસ્ટીન ફાઈલના ભયથી PM મોદીએ અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરી? : શ્રી અમિત ચાવડા
વિધાનસભા બહાર કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓએ અમેરિકન ટેરીફ ડિલનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું એપસ્ટીન ફાઈલમાં નામ આવ્યું હતું. પોતાની રાજકિય કારકિદી બચાવવા અમેરીકાના ભયથી ઘૂંટણીએ પડીને ટ્રેડ ડિલ કરી છે. છપ્પનની છાતીની વાતો કરનાર ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરીકા સામે સંપૂર્ણ ‘સરન્ડર’ થઈ ગયા છે. આ ટ્રેડ ડીલથી કપાસ, સોયાબીન અને તેલીબિયાં પકવતા ખેડૂતો તેમજ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થશે. ખાસ કરીને ગુજરાતનો સહકારી ડેરી ઉદ્યોગ ખતમ થવાની ભીતિ છે. દેશહિત અને ખેડૂતોના ભોગે થયેલી આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે એવી માંગણી આખા દેશમાં ઉઠી છે. દેશના વડાપ્રધાનને પૂછવા માંગીએ છીએ કે ખેડૂત, પશુપાલક અને દેશ વિરોધી આ ટ્રેડ ડીલમાં કેમ સહી કરી?
૫૬ની છાતી વાળા વડાપ્રધાન દરેક રીતે અમેરીકા સામે સરેન્ડર થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક ટેરિફના નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ રહ્યું છે. એવી તો શું મજબૂરી છે કે પ્રધાનમંત્રી એક પણ શબ્દ બોલતા નથી? ટ્રેડ ડિલની હકીકતો, વિગતો, માહિતી કેન્દ્ર સરકાર કેમ જનતા સામે રજૂ કરતી નથી? શું વડાપ્રધાન મોદીએ ‘એપસ્ટીન ફાઇલ્સ’માં નામ ખુલવાના ડરથી અમેરિકા સામે ઝૂકીને ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે?. અમેરિકા પાસે એવા કેટલાક દસ્તાવેજી છે, જેના દબાણ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો અને પશુપાલકોના હિતોને નુકસાન પહોંચાડતી શરતો સ્વીકારી લીધી છે. શ્રી અમિત ચાવડા


















Recent Comments