સાવરકુંડલા ના શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું ૮૦ લાખ લિટર પાણી મળશે પીવાના ઉપયોગ માટે
મળશે
આ ઐતિહાસિક નિર્ણય છે સાવરકુંડલાને મળ્યો કાયમી પાણીનો સ્ત્રોત, ૧૦.૩૧ કરોડ CFT પાણી શહેર
માટે અનામત રાખવા નો નિર્ણય કર્યો છે .
રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેશભાઈ
કસવાળાની દીર્ઘદ્રષ્ટિ અને સતત રજૂઆતોને સફળતા મળી છે. હવે શહેરને દરરોજ ૮ MLD એટલે કે
૮૦ લાખ લિટર પાણી શેલ દેદુમલ ડેમમાંથી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી શહેરની પાણીની
સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
કસવાળાનું વિઝનના પરિણામે ૧૦૦૦ ફૂટ ઊંડા ક્ષારયુક્ત પાણીથી મુક્તિ, હવે ઘરે-ઘરે પહોંચશે શુદ્ધ
જળ
સાવરકુંડલાના નાગરિકો અત્યાર સુધી ૧૦૦૦ ફૂટ ઊંડા બોરના હાઈ TDS (ક્ષારયુક્ત) પાણી પીવા
મજબૂર હતા, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. મહેશભાઈ કસવાળાએ જનતાની આ પાયાની
જરૂરિયાતને સમજીને ડેમનું શુદ્ધ પાણી અપાવવા માટે સરકારમાં મજબૂત રજૂઆત કરી હતી, જેના
પરિણામે હવે નાગરિકોને ગુણવત્તાયુક્ત પાણી ઉપલબ્ધ થશે. ગામડાઓ ની સાથે શહેર નો પણ જળ
સુરક્ષાનો માસ્ટરપ્લાન તૈયાર કરી ઉનાળામાં પાણીની અછત હવે ભૂતકાળ બનશે તેમાં કોઈ શંકા નથી .
દર વર્ષે ઉનાળો આવતા જ સાવરકુંડલામાં પાણીની જે વિકટ સ્થિતિ સર્જાતી હતી, તેનું હવે કાયમી
નિરાકરણ આવી ગયું છે. વાર્ષિક ૨૯૨ કરોડ લિટર પાણીના જથ્થાના અનામત રાખવાના નિર્ણયથી
ઉનાળાના આકરા દિવસોમાં પણ શહેરના જળાશયો છલકાયેલા રહેશે અને ગૃહિણીઓને પાણી માટે
ભટકવું નહીં પડે.
સંવેદનશીલ સરકાર અને સક્રિય ધારાસભ્યનો સમન્વય ના કારણે વિકાસના નવા દ્વાર ખુલ્યા
આ ઐતિહાસિક નિર્ણય બદલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ મુખ્યમંત્રીશ્રી અને જળસંપત્તિ
મંત્રીશ્રીનો આભાર માન્યો છે. “જનતાની સુખાકારી એ જ અમારો સંકલ્પ છે” તેવા સૂત્ર સાથે થયેલા આ
કાર્યથી સમગ્ર સાવરકુંડલા પંથકમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.















Recent Comments