નથી હોતા ફક્ત શબ્દો,
આ પુસ્તક જ્ઞાનની જ્યોત છે,
બનીને પ્રેરણા એ તો,
સફળતાનું જ નવરૂપ છે.
ખુલ્લી હથેળીમાં મૂકી છે વિદ્યાની આ અમૂલખ ભેટ,
પરીક્ષાના પથ પર હવે, વિજયનો મસ્ત શણગાર છે.
–“પાંધી સર”
શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા કૉલેજ ખાતે એક પ્રશંસનીય શૈક્ષણિક સેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વિલાસબેન સોરઠિયાના માર્ગદર્શન હેઠળ ટી.વાય.બી.એ. સેમેસ્ટર-6 માં મુખ્ય અંગ્રેજી વિષય રાખનાર વિદ્યાર્થિનીઓને પરીક્ષાલક્ષી પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સેવાયજ્ઞમાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર અને ‘આપણું કુંડલા’ ના તંત્રી શ્રી બિપીનભાઈ પાંધી (પાંધી સર) નો વિશેષ સદભાવ પ્રાપ્ત થયો હતો. તેમના ભાણેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ પ્રો. તન્વીબેન પુજારા (આસિસ્ટન્ટ પ્રોફેસર, જામનગર કૉલેજ) દ્વારા ખાસ તૈયાર કરાયેલા સાહિત્ય સારથિ નામથી પ્રસિધ્ધ થતાં અંગ્રેજી પેપર 14, 15 અને 16 ના પુસ્તકો જે ઇન્દોરથી પબ્લિશ થયા છે, તે વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક ભેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડો. એમ. જે. પટોળિયાએ પ્રો. તન્વીબેન અને શ્રી બિપીનભાઈ પાંધીનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, આ પુસ્તકો વિદ્યાર્થિનીઓની પરીક્ષાની તૈયારીમાં આશીર્વાદરૂપ સાબિત થશે. કાર્યક્રમમાં પ્રો. જૈમિન જોશી, પ્રો. ભૂષણ જોશી સહિતના સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
















Recent Comments