ભાવનગર

વિશ્રામગૃહ, ડાકબંગલા, અતિથિગૃહ, સરકારી રેસ્ટ હાઉસ વગેરેનાં ઉપયોગનું નિયમન કરવા અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ ભાવનગર
જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા, મહુવા, પાલીતાણા, તળાજા,
ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા
કલમ-(૧) થી મળેલ સત્તાની રૂઇએ વિશ્રામગૃહ, ડાકબંગલા, અતિથિગૃહ, સરકારી રેસ્ટ હાઉસ વગેરેનાં ઉપયોગનું નિયમન કરવા
અંગેનાં કેટલાંક આદેશ ફરમાવ્યા છે.
જાહેરનામાં અનુસાર, ભાવનગર જિલ્લાની ઉકત પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં
સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેર સ્થળો હોય તેવા તમામ
આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા
ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પ્રવૃતિમાં રાજકીય ચર્ચા, ટેલીફોન ઉપર
વાર્તાલાપ તથા મુલાકાતી સહિતની બાબતોનો સમાવેશ થશે.
વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો
ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષોના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેવાનો રહેશે પરંતુ કોઇપણ પક્ષ કે
ઉમેદવારો આવા રહેણાંક(તેની સાથે જોડાયેલ આંગણા)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે
નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટીંગને પણ મંજૂરી આપી શકાશે નહીં.
ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી
હોય તે મહાનુભાવોને લાવતા લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકશે. જો તેઓ
આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહના કમ્પાઉન્ડમાં રાખી
શકાશે નહીં.

એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇ પણ
મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/ અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની
સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજય
સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી
અગર નિરિક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે
રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે
નહી.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩
હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ઉપરના પત્રક મુજબની ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાવિષ્ટ
વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યા સુધી અમલમાં રહેશે.

Related Posts