વેધશાળાના વૈજ્ઞાનિકો દ્વારા એક તરફ સુપર અલનીનોની દહેશત વ્યકત થતી અને બીજી બાજુ એથી તદ્દન વિપરીત સ્થિતિ ઉદ્ભવી હતી જેમાં દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડી ગયો છે. ગુજરાતનાં સુરત શહેર અને જીલ્લો પણ તેમાં બાકાત ન રહ્યા. અતિ ભારે વરસાદના કારણે સુરત શહેર જળબંબાકાર થઇ ગયું હતું. ગઈકાલની વિગતો અનુસાર આ ફલડને લીધે ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે. મોટાભાગના લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે જે રામકથાના સુરત-નવસારી સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.
બીજી એક દુઃખદ ઘટના બની હતી જેમાં મહુવા તાલુકાના બાંભણિયા ગામે એક ૮ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો. પૂજ્ય બાપુએ આ બાળકના પરિજનોને હનુમંત સંવેદના રુપે ૧૫,૦૦૦ રુપિયા મોકલી આપ્યા છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments