ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ ખાતે દેશ ની એકમાત્ર કેશ કાઉન્ટર વગર ની માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં એક ક૨ોડ પંદ૨ લાખ જેવી માતબર ૨કમનું અનુદાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ની નિઃશુલ્ક આરોગ્યસેવાથી પ્રભાવિત મધુકાંતા ગુણવંત શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ – મુંબઇ નાં મુખ્ય ટ્રસ્ટીશ્રીઓ-શ્રી દિપકભાઈ શેઠ, શ્રી નિકુંજભાઈ શાહ તથા શ્રી યશભાઈ પારેખ કે જેઓએ આપણી હોસ્પિટલનાં ટ્રસ્ટીશ્રી-બી.એલ.રાજપરાને સામેથી સંપર્ક કરીને હોસ્પિટલમાં નવા યુરોલોજી વિભાગ ડેવલપમેન્ટ માટે ૨કમ રૂા.એક કરોડ પંદર લાખ જેવી માતબર રકમનું અનુદાન અર્પણ કરવા સંમતિ દર્શાવેલ હતી તે પૈકી તા.૨૪.૪.૨૬ નાં રોજ રૂ।.૪૬,૦૦,૦૦૦/-અંકે રૂપિયા છેતાલીસ લાખ પુરા એડવાન્સ અનુદાનરૂપે પ્રાપ્ત થયેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે દાતાશ્રીઓનો હ્રદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.તાજેતરમાં MGS ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેઓશ્રીઓનું ટ્રસ્ટીશ્રી ખીમજીભાઈ દેવાણી તથા ટ્રસ્ટીશ્રી બી.એલ.રાજપરા એ સ્વાગત, સન્માન કરી હોસ્પિટલમાં ચાલતા સેવાકાર્યથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા અને ચાલતા સેવાકાર્યને પ્રત્યક્ષ નિહાળી ખુબજ પ્રભાવિત થયા હતા.
“દર્દી દેવો ભવ” સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ને એક ક૨ોડ પંદ૨ લાખ જેવી માતબર ૨કમનું અનુદાન


















Recent Comments