અમરેલી

સાવરકુંડલામાં કોંગ્રેસનું સ્નેહમિલન: ‘હારથી હતાશ થયા વગર જનતાની સેવામાં લાગી જાઓ’

​હારને પચાવીને હવે નવો                      ઇતિહાસ લખવો છે,

જનતાના હૃદયમાં સેવાનો                                વિશ્વાસ લખવો છે.

​ભલે થોડા ડગલાં પાછળ રહ્યા                          આ જંગમાં મિત્રો 

હવે આવનારી કાલે વિજયનો                      ઉલ્લાસ લખવો છે.

–“પાંધી સર”

સાવરકુંડલા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા ગાંધી ધર્મશાળા ખાતે વિજેતા અને પરાજિત ઉમેદવારો તેમજ કાર્યકરોનું એક ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે અમરેલીના પૂર્વ સાંસદ સ્વ. નવીનચંદ્રભાઈ રવાણીની ૫મી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કાર્યકરોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

*પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ટેલિફોનિક સંબોધન દ્વારા કાર્યકરોમાં પ્રાણ ફૂંકતા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતા જનાર્દનનો નિર્ણય હંમેશા શિરોમાન્ય હોય છે.* વિજેતાઓને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે પરાજિત ઉમેદવારોએ જરા પણ નિરાશ થયા વગર લોકોના પ્રશ્નો માટે લડતા રહેવાનું છે.

*​કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણીએ આંકડાકીય વિગતો આપતા ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, “ગઈ ચૂંટણીમાં આપણી પાસે માત્ર ૫ બેઠકો હતી, જે આ વખતે વધીને ૧૧ થઈ છે. અનેક બેઠકો આપણે નજીવા મતોથી ગુમાવી છે, પરંતુ આવનારા સમયમાં આ સંખ્યા ૨૧ સુધી પહોંચશે.”*

​આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હસુભાઈ સૂચક, મહેશભાઈ જયાણી, કનુભાઈ ડોડીયા, કિરીટ દવે અને હિતેષ સરૈયા સહિતના નેતાઓએ હાજર રહી કાર્યકરોને ૨૦૨૭ની ચૂંટણીના લક્ષ્ય સાથે અત્યારથી જ લોકસંપર્ક વધારવા હાંકલ કરી હતી.

Related Posts