ભાવનગર

ભાવનગર એસ. ટી. વિભાગ ગત વર્ષની સરખામણીએ ૧૬.૫૭ હજાર કી. મી. વધુ નું સંચાલન કરીને સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ ગત વર્ષ ૨૦૨૪-
૨૫ ની સરખામણી એ વર્ષ ૨૦૨૫-૨૬ મા ભાવનગર વિભાગ દ્વારા રદ કી.મી. નું પ્રમાણ ઘટાડી સુચારૂ
આયોજન થકી ૧૬,૫૭,૦૦૦ કી.મી. નુ વધુ સંચાલન હાથ ઘરી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન મેળવેલ છે.
આ ઉપરાંત મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ ગત વર્ષ ૨૦૨૪-૨૫ ની સરખામણી એ વર્ષ
૨૦૨૫-૨૬ મા ભાવનગર વિભાગ દ્વારા હાથ ધરાયેલ મુસાફરલક્ષી સંચાલન થકી રૂા. ૧૩,૨૬,૮૫,૦૦૦/-
(તેર કરોડ છવીશ લાખ પંચાસી હજાર) ૯ ટકા ના દરે વધુ આવક પ્રાપ્ત કરી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન
પ્રાપ્ત કરેલ છે.
ગત વર્ષ ૨૦૨૪-૨૫ ની સરખામણી એ વર્ષ ૨૦૨૫-૨૬ મા ભાવનગર વિભાગને ઓનલાઈન
રીઝર્વેશનના માધ્યમ થી રૂા. ૩,૬૯,૧૪,૦૦૦/- (ત્રણ કરોડ ઓગણ સીતેર લાખ ચૌદ હજાર) ની વધુ
આવક પ્રાપ્ત કરેલ છે.

વિભાગના ભાવનગર કેન્દ્ર તેમજ મહુવા કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મા વર્ષ પર્યત થયેલ સંચાલન
ખર્ચ ને કવર કરી ભાવનગર કેન્દ્ર એ રૂા. ૫,૦૬,૦૦,૦૦૦/- (પાંચ કરોડ છ લાખ) અને મહુવા કેન્દ્ર એ
રૂા.૧,૨૪,૦૦,૦૦૦/- (એક કરોડ ચોવીસ લાખ) ની વધુ આવક પ્રાપ્ત કરેલ છે.
ભાવનગર વિભાગના વિભાગીય નિયામક શ્રી આર.ડી.પીલવાઈકર દ્વારા સમગ્ર ટીમને અભિનંદન
પાઠવી આગામી સમયમા પણ સમગ્ર નિગમમા ભાવનગર વિભાગનુ નામ હંમેશા અગ્રેસર રહે તે માટે
સતત પ્રતિબધ્ધ રહેવા જણાવ્યું હતું.

Related Posts