અમરેલી

બાબરા સ્કૂલના સંચાલક સામે પોકસો કેસ કોર્ટમાં ટકી શક્યો નહીં. એડવોકેટ સંદીપ પંડયા ની ધારદાર દલીલો ને પગલે શૈલેષ ખુટ નિર્દોષ જાહેર 

 વિદ્વાન વકીલ સંદીપ પી પંડયા ની ધારદાર દલીલોથી 

 સમગ્ર ઘટના શંકા ના આધારિત હોવાનું ખુલ્યું 

ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં માં હકીકત એવી છે કે,

તા. ૦૧/૦૯/૨૦૨૫ ક. ૧૪:૦૦ થી છેલ્લા એક વર્ષ

દરમિયાન આ કામના ફરિયાદી નો સગીરવયનો દિકરો આ કામે ભોગબનનાર અમરેલી જિલ્લામાં બાબરા પાસે આવેલ

કોર્ટડાપીઠા ગામે આવેલ રિદ્ધિ સિદ્ધિ વિદ્યાલય સંકુલમાં 

ધોરણ-૦૭ માં અભ્યાસ

કરતા હોય અને આરોપી શિક્ષક તરીકે હોય અને આ કામના ફરિયાદી ના

દિકરા સગીરવયના હોય તેવું જાણતા હોવા છતાં આરોપીએ સ્કૂલના કોમ્પ્યુર્ટરલેબમાં તથા સ્કૂલની પાછળના ભાગમાં નવેળામાં તેમજ સ્કૂલની અગાશી

ઉપર તેમજ સ્કૂલના જુના બાથરૂમ તેમજ પોતાના બેડરૂમ વિગેરે એકાંત

જગ્યાએ લઈ જઈ ભોગબનનારના શરીર સાથે 

અશોભનીય અડપલા અને જાતીય સંતામણી કરી. ગુન્હો

કરેલાનો આક્ષેપ છે.

ભોગ બનનારના માતાએ બાબરા પોલીસ સ્ર્ટેશનના

સત્તાધિકારી સમક્ષ આ ગુનાની જાહેરાત કરતા સત્તાધિકારીએ બાબરા પો.સ્ર્ટે.

પાર્ટ ‘બી’ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૫૦૫૪૩/૨૦૨૫, પોક્સો એક્ર્ટ એકર્ટની

કલમ – ૮, ૧૦ મુજબ આરોપી સામે ગુનો નોંઘેલો લો અને તપાસનીશ

અધિકારીએ આ ગુનાની તપાસ કરી તપાસના અંતે હાલના આરોપી સામે

અત્રેની સ્પેશિયલ કોર્ટમાં શિક્ષાપાત્ર ગુનાનું ચાર્જશીર્ટ રજૂ કરેલું. ત્યારબાદ એડવોકેટ સંદીપ પંડ્યા એ આરોપી તરફે પોતાનું વકીલાત નામુ ફાઈલ કરી વકીલ તરીકે રોકાયા.

અમરેલી જિલ્લા નાં બાબરા પાસે આવેલ કોટડાપીઠા ગામ માં આવેલ રિદ્ધિ સિધ્ધિ વિધાલય નાં અંગ્રેજી શિક્ષક સામે એક સગીર વિધાર્થી નાં વાલીઓ દ્વારા અડપલાં અને જાતીય સતામણી ની ફરિયાદ ની

આ ઘટના પ્રકાશ માં આવતા ઉહાપોહ મચી ગયો હતો. તાત્કાલિક આરોપી ની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

ત્યારબાદ આ કેસ અમરેલી ની સ્પેશ્યલ પોક્સો કોર્ટ માં ચાલ્યો હતો. આરોપી તરફે વિદ્વાન વકીલ સંદીપ પંડ્યા રોકાયેલ હતા.

તેમણે બારીકાઇ થી દરેક સાક્ષી અને દસ્તાવેજો ને તપાસી ને કોર્ટ સમક્ષ આરોપી નિર્દોષ હોવાની દલીલો કરેલ હતી.

સાક્ષીઓ ને તપાસતા તેઓ ફરી ગયા હતા જયારે ફરિયાદી પરિવારે પણ “જાતીય દુરવ્યવહાર “ની ફરિયાદ માત્ર શઁકા નાં આધારે કરી હોય તેમ તેવું તપાસ કરતા પુરાવાના અંતે ખુલ્યું હતું 

અદાલત માં સ્પષ્ટ થયું હતું કે વિધાર્થી નું સ્કૂલ માં નહિં જવાનું કારણ જાતીય દુરવ્યવહાર નહિં પરંતુ અંગ્રેજી નાં શિક્ષક નું અભ્યાસ અંગે નું કડક વલણ હતું.

આમ આ બાબત અદાલત માં સાબિત થતાં સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા આરોપી અંગ્રેજી શિક્ષક શૈલેષ ખુંટ ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ સંદીપ પંડ્યા રોકાયેલા હતા

Related Posts